[:gj]હાર્દિકે એકાએક ઉપવાસ કેમ સમેટી લીધા? રહસ્ય શું ? [:]

[:gj]હાર્દિક પટેલે એકાએક પારણાં કરવાનું કેમ નક્કી કર્યું તેની વાત હરિયાણા અને દિલ્હીના નેતાઓ વચ્ચે છુપાયેલી છે. આમ તો હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન હુડા હાર્દિક પાસે આવવાના હતા. પણ હરીયાણાના સમલખા વિસ્તારના 57 વર્ષના સાંસદ ધરમસીંગ છોકર હાર્દિકની તબિયતના ખબર જાણવા માટે આવી આવ્યા હોવાથી કોંગ્રેસના એક નેતાને હાર્દિકના આ વર્તનથી તેની સામે વાંધો પડ્યો હતો. કારણ કે છોકરને હાર્દિકના રાજકોટના એક હોદ્દેદારે ફોન કરીને આવવા માટે આમંત્રણ આપ્યું હતું. 11 સપ્ટેમ્બર 2018ના દિવસે છોકર પોતે હાર્દિકને મળવા માટે આવ્યા હતા. જો કેધરમ સીંગ છોકર કેમ હાર્દિકને મળવા માટે ગયા હતા તે દિલ્હી કોંગ્રેસ માટે તે જ દિવસે મોટો પ્રશ્ન બની ગયો હતો. કારણ કે તેને અને કોંગ્રેસના એક ટોચના નેતા સાથે સારા સબંધો નથી. છોકર સાથે હાર્દિકે ફોટા પડાવ્યા હતા અને પોતાની ફેસબુક પર પ્રસિદ્ધ કર્યા હતા. પણ છોકર અંગે વિવાદ ઊભો થતાં તેમણે તે ફોનોગ્રાફ્સ એફબી પરથી દૂર કરી દેવા પડ્યા હતા.

હાર્દિકની ફેસબુક પરથી ફોટો કેમ ડિલીટ થયા

ધરમ સીંગને દિલ્હીના એક નેતાએ હાર્દિકને હાર્દિકને મોટીવેટ કરવાની જવાબદારી સોંપી હતી. તે સીધા હાર્દિક પાસે સીધા કેમ પહોંચી ગયા તે એક મોટો સવાલ દિલ્હી કોંગ્રેસ માટે ઊભો થયો હતો. આ બાબતમાં હાર્દિક પટેલ બરાબર નથી કરી રહ્યો એવું દિલ્હીના કોંગ્રેસના મોવડીઓને લાગ્યું હતું. તેમણે હાર્દિકની મુલાકાત લીધી અને તેના ફોટો પણ અપલોડ કરી દીધા હતા. આ વાતની દિલ્હી કોંગ્સેને ખબર પડતાં હાર્દિકના આ પગલાંનો વિરોધ થયો હતો અને 2019માં લોકસભાની હાર્દિકને મોટી જવાબદારી સોંપવાની હતી તેમાં પીછેહઠ થઈ શકે છે એવું લાગતાં હાર્દિક પટેલે પોતાની રાજકીય ભૂલ સુધારી લીધી હતી. હાર્દિક માટે મોટો સ્કોપ ઊભો થઈ રહ્યો છે. અશોક તંવરને આ છોકર અને હાર્દિક વચ્ચેના વચ્ચેના સંબંધો મંજૂર ન હતા. દિલ્હી કોંગ્રેસમાં આ વિવાદ ઊભો હાર્દિક ફોન પર રાતના 11 તારીખે વાત કરી અને પછી તુરંત તેમણે ઉપવાસ સમેટી લેવાનું નક્કી કર્યું હતું. [:]