ભાજપનો રસ્તો બંધ છે અને હું ત્રિભેટે  આવીને ઉભો છું : શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર શક્તિપ્રદર્શન કરી અંદાજિત 5 થી 7 હજાર જેટલી જન મેદની સમક્ષ જાહેર જીવનનો હિસાબ આપ્યો હતો પરંતુ તેમના પ્રવચનમાં નકર બાબતો અને આગામી રણનીતિ અંગે જોઈએ તેવો પ્રકાશ પાડ્યો ન હતો પરિણામે નીરસ પ્રવચન સાંભળી સમર્થકો અસમંજસની સ્થિતિમાં રવાના થઈ ગયા હતા

આજે શંકરસિંહ વાઘેલાએ સમર્થકો સાથે સ્નેહ મિલન આયોજિત કરીને પોતાનો રાજકીય દ્રષ્ટિકોણ વ્યક્ત કરવા માટે તેમની જ કોલેજના ગ્રાઉન્ડમાં ભોજન સાથે નું આયોજન કર્યુ હતું જેમાં અંદાજિત ૫ થી ૭ હજાર જેટલા સમર્થકો ઉમટી પડ્યા હતા અને તબક્કાવાર વિવિધ સમાજો એ શંકરસિંહ નું સન્માન કર્યું હતું પ્રવચન શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસમાં રહેલા તેમના અંગત મિત્રોની સત્તાલાલસા અંગે આક્ષેપો કર્યા હતા આ તબક્કે ભાજપ ઉપર પ્રહાર કરતા એ જણાવ્યું હતું કે 25 વર્ષ સુધી મે ભાજપમાં પાર્ટી માટે સતત કામ કર્યું છે અને તે સમયે મારા નીકડી પ્રતિષ્ઠિત લોકોને મેં આગળ કર્યા હતા પરંતુ આજે તેમની પાસે સત્તા આવતાં કાવતરાખોર બની ગયાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે સમગ્ર ભાજપ પાર્ટી એક કાવતરાખોર પાર્ટી બની ચૂકી છે અને આ ભાજપ હજુ પણ સત્તા મેળવશે તો બધું જ હડપ કરી જશે તેવા આક્ષેપો ઘરે હતા તો બીજી તરફ કોંગ્રેસના વીસ વર્ષના શાસન અંગે બાપુએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં પણ મેં પાંચ વર્ષ ટેક્સ્ટાઇલ મંત્રી તરીકે રહી ચૂક્યો છું આ ઉપરાંત હું એક વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી પદે પણ રહ્યો છું ત્યારે આજે પણ ભાજપ અને કોંગ્રેસના ઉપરથી નીચે સુધી ના શબ્દો નું મને ખ્યાલ જ છે કારણ કે આ બંને પાર્ટીઓ ફિક્સિંગમાં જ માને છે તે જણાવ્યું હતું આ તબક્કે તેમણે વિવિધ મુદ્દાઓ આગળ કરીને જનમેદની સમક્ષ ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ અંગત વ્યથા વ્યક્ત કરી હતી હાર્દિક પટેલના સમર્થન અંગે શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે સમાજના હિત માટે લડી રહેલા યુવાનને ભાજપ સરકાર કોઈને ભાડે મકાન પણ આપવા દેતી નથી અને લોકશાહી માટે લડી રહેલા યુવા ઉપર વિરોધ કરીને શા માટે હેરાન કરે છે તેમ જણાવ્યું હતું આ તબક્કે તેમણે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બક્ષીપંચ નો અવાજ મોટો કરવા માટે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ફાગવેલ ગામે થી બક્ષીપંચ ની વસ્તી મુજબ 27 ટકા પ્રમાણે અનામત મળે તે માટે શક્તિ પ્રદર્શન એક ઠરાવ પસાર કરવાની જાહેરાત પણ કરી હતી તો બીજી તરફ ખેડુતો આત્મહત્યા મગફળી કાંડ દુધ ના ભાવ નર્મદા કેનાલ જેવા વિવિધ મુદ્દે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ તબક્કે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે આજની સ્થિતિએ હું ત્રિભેટે આવીને ઉભો છું ત્યારે  આગામી લોકસભા ચૂંટણીમાં  સૌ સાથે મળીને  સરકાર પાસે  આપેલા વચન માગી શું  અને તમારા સમર્થનમાં  હું સાથે જ રહીશ  પણ બીજેપી માં તો નહિ જ જોડાઉં એ રસ્તો મારા માટે બંધ છે ત્યારે લોકસભા ચૂંટણીમાં સૌ સાથે મળીને જવાબ આપીશું અને ત્યારબાદ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની જવાબ આપીશું તેવી અપીલ કરી હતી.