ભાજપાના ટોચના હોદ્દેદારો અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને છાવરી રહ્યા છે?

અમદાવાદ,તા.૧૨

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસમાં આગના ચાર મોટા બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.૨૦૦થી વધુ લોકોને રેસ્કયુ કરાયા છે.શહેરમાં બનેલા આગના બનાવો અને ટયુશન કલાસીસમાં ફાયર એનઓસી મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલી શો-કોઝ નોટીસ સામે આજદીન સુધી કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી.રાજકીય દબાણને વશ થઈ હાલ આ નોટીસ સંબંધી ફાઈલ ડીવાયએમસીની કચેરીમાં નિર્ણયની પ્રતિક્ષા કરી રહી છે.

શહેરના અગિનકાંડો, ફાયર અધિકારીઓને રક્ષણ

મળતી માહીતી મુજબ,શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં મેયર અને કમિશનર બંગલાથી સો મીટરના અંતરે આવેલા બીબીસી ટાવરમાં આગનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ફસાયેલા ૫૦ થી વધુ લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ કરાયા હતા.બાદમાં ગોતામાં દેવ ઓરામ અને પ્રહલાદનગરમાં ટીમ્બરમાર્ટમાં ભીષણ આગ લાગી હતી.આ બંને બનાવોમાં પણ ૧૫૦ થી વધુ લોકોને રેસ્કયુ કરાયા હતા.ગોતામાં ગણેશ જીનેસીસમાં બે લોકોના મોત થયા હતા.ઉપરાંત હાઈડ્રોલિક લેડર ઉપયોગમાં લઈ શકાયુ ન હતુ.ઉપરાંત સ્ટેડીયમ વિસ્તારમાં ટયુશન કલાસીસમાં સવારના સુમારે આગ લાગી હતી.જા કે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.આ તમામ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓને શોકોઝ નોટીસ આપી હતી.પરંતુ ભાજપના ટોચના હોદ્દેદારના રાજકીય દબાણને લઈને હાલ આ શોકોઝ નોટીસની ફાઈલ ડીવાયએમસીની કચેરીમાં શુ કરવુ એની રાહ જાતી ધુળ ખાઈ રહી છે.