કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભાખાભાઈ જોષીએ જૂમપાની ચૂંટણીમાં કહ્યું કે, કોંગ્રેસે મને અન્યાય કર્યો છે. લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણીની સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવવા માટે મને ઓફર કરી હતી.
ભાજપના નેતાઓ અમિત શાહ, વિજય રૂપાણી, નરેન્દ્ર મોદી, ભાખુ દલસાણીયા, પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ લોકસભામાં રાજકારણીઓને કઈ રીતે ખરીદ કર્યા હતા અથવા આ ખરાદી કરવાની વાત તેઓ જાણતાં હતા તે બાબત હવે જાહેર થઈ છે. તે પણ એક સંનિષ્ઠ રાજકારણી દ્વારા વાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતના બધા લોકોએ તે માની લીધી છે.
ભીખાભાઈએ કેમેરા સામે કહ્યું હતું કે, મને ભાજપ દ્વારા રૂ.25 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઑફર કરવામાં આવી હોવા છતાં મેં કોંગ્રેસ છોડી નહીં, પરંતુ હવે મારા રાજકારણને ખતમ કરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં જુનાગઢમાં ભાજપ જીતે તેમ ન હતો તેથી મને ખરીદ કરવા માટે ભાજપના નેતાઓ આવ્યા હતા. તેના નામો હાલ આપવાની જરૂર નથી. પણ બધા જાણે છે.
સમગ્ર ગુજરાતમાં અજય મનાતા સિધ્ધાંતનિષ્ઠ નેતા મહેન્દ્ર મશરૂને કોઈ હરાવી શકતું ન હતું. તેમને હરાવીને ભીખાભાઈ જોશીએ કોંગ્રેસને જીતાડી હતી. તેથી ભાજપ તેમને ખરીદ કરવા માંગતો હતો. પણ સિધ્ધાંતનિષ્ઠ ભાખાભાઈને ભાજપ ખરીદી શક્યું ન હતું.
હું શુદ્ધ કોંગ્રેસનો કાર્યકર છું મે ભાજપને મારા ઘરેથી ભગાડી મૂક્યો હતો. ભાજપે મને રૂ.100 કરોડની ઓફર કરી હોત તો પણ હું ખરીદાયો ન હોત. આ વાત જૂનાગઢના દરેક લોકો જાણે છે.
અમે ભાજપમાં જઈ શકીએ તેમ નથી. અમે અમારી જાતને વેંચી નહીં શકીએ. કોંગ્રેસ પક્ષ ભલે મારી અવગણના કરે. પણ દુઃખ એ વાતનું છે કે જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારો કોને મૂકવા તે ભાજપ નક્કી કરે છે.