કોંગ્રેસની ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠકો હરાવવા ભાજપે અલ્પેશ ઠાકોરને રૂ. 90 કરોડમાં ભાજપના દિલ્હીના નેતાએ કામ સોંપ્યુ છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે રૂ. 90 કરોડ લીધા હોવાનો પણ આક્ષેપ અમદાવાદ થતાંં ભાજપ અને અલ્પેશ માટે મુશ્કેલી ઊભી થઈ છે.
દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતાં જાહેર કર્યું છે કે કોંગ્રેસની 4 લોકસભા બેઠક હરાવવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને ઠેકો આપ્યો છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી રૂ.90 કરોડ લીધા છે.
તેથી અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલો છે. તેમના આ નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. આજે લાખણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોરને લઇને આ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઉદ્ધાટન વખતે ધારાસભ્ય શિવા ભુરીયા, વસંત ભટોળ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખયની છે કે, કોંગ્રેસપક્ષમાં સતત ઉપેક્ષા અને અવગણના થતી હોવાનો બળાપો ઠાલવી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારે હવે તેના જ સમાજમાં ખુદ ઠાકોર સમાજના આગેવાનો જ અલ્પેશને નિશાને લઇ રહ્યા છે.