ભાજપમાં જાહેર થયેલી યાદીમાં ક્યાંક સ્થાનિક કક્ષાએ નારાજગી વ્યક્ત થઈ છે. તેમાં પણ ખાસ કરીને જૂનાગઢનાં વોર્ડ નં. 3માં ભરત કારેણાનું નામ જાહેર કરાતાં તેમની સામે અસંતોષનો સૂર બહાર આવતાં ભાજપ બૂટલેગરનું શરણું લીધું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતનાં બૂટલેગરોની યાદીમાં નામ ધરાવતાં ધીરેન કારિયાની પત્ની નિશા કારિયાને આ વોર્ડ માટે ટીકિટ આપી હોવાનું જાણવા મળ્યું છે.
ધીરેન કારિયાની પત્ની નિશા કારિયાને ભાજપમાંથી ટિકિટ આપી છે. અને તેમણે ચૂંટણી ફોર્મ ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસો નોંધાયેલા છે. એટલું જ નહીં ફાયરિંગ સહિતના અનેક ગુનાઓ ધીરેન કારિયા ઉપર નોંધાયા છે.
નવાઇની વાત તો એ છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે તો તેને મહાનગરપાલિકા જેવી ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર ન મળ્યો અને એક લિસ્ટેડ બુટલેગરની પત્નીને મેદાનમાં ઉતારવી પડી આવો સવાલ સ્થાનિક કક્ષાએ ભાજપમાં સળવળી રહ્યો છે.