ભાજપે બિનગુજરાતીઓને ધમકી આપી, મત નહીં આપો તો ઠેકાણે પડી દેવાશે

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય અને બાહુબલી તરીકે ઓળખાતા ભાજપના મધુ શ્રીવાસ્તવે વડોદરા લોકસભા બેઠક ચૂંટણીના પ્રચાર દરમિન જાહેર સભામાં સંબોધન કરતી વેળાએ મતદારોને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે, જો ભાજપને મત ન આપ્યો તો તમને ઠેકાણે પાડી દઈશ. હતું કે બધા જ બુથની અંદર કમળના નિશાન જ કાઢવાના છે. ભાજપને મત ન આપ્યો તો ગેરકાયદેસર રહેતા લોકો કાન ખોલીને સાંભળી લેજો કે ઠેકાણે પાડી દઈશ. હું તો લડતો નથી પણ લડાઉં છું અને તેના માટે દાદાગીરી કરીને કરવાનો છું. તમને વર્ષોથી અમે પાળી રહ્યા છીએ. તમને પાણીની લાઈન આપી, લાઈટ પણ આપી તમને બધુ આપ્યું છે પણ પંચાયત વેરો તમે નથી ભરતા ભાઈ. હું કોને કહું છું તે ધ્યાન રાખી લેજો. આ લોકસભાની ચૂંટણીમાં કમળ ખીલવાનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ બે મત નથી અને 100% હિન્દુસ્તાનની ગાદી પર નરેન્દ્ર મોદી જ બેસવાના છે. હું આ સૌને વાઘોડિયાના ભાઈઓ બહેનોને વિનંતી કરું છું. 23 તારીખે ચૂંટણી છે. બધા સાથે મત કરવા નીકળો અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર સિક્કો મારીને નરેન્દ્ર મોદીને હિન્દુસ્તાનની ગાડી પર બેસાડો. એટલે હું આપને વિનંતી કરવા આવ્યો છું, આપનો ધારાસભ્ય છું આપનો સેવક છું.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ ચૂંટણી લડી રહ્યાં છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પરથી ચૂંટાયા છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ રાજીનામું આપીને વારાણસી બેઠક પરથી સાંસદ ચાલું રહ્યાં હતા. વડોદરામાં મરાઠી લોકો ઉપરાંત ભારતના તમામ વિસ્તારોના લોકો વસે છે. અહીં બિન ગુજરાતીઓની વસતી 40 ટકા છે. ભાજપને ભય છે કે આ વખતે બિન ગુજરાતી મતદારો ભાજપને મત આવશે નહીં તેથી બાહુબલી નેતાઓને મેદાને ઉતાર્યા છે. અગાઉ અલ્પેશ ઠાકોરે જ્યારે બિનગુજરાતીઓ સામે તોફાનો કરાવ્યા હોવાના આરોપો ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ મૂક્યા હતા. ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં બિન ગુજરાતીઓએ હિજરત કરી હતી. હવે ભાજપ પણ તે લાઈનમાં આવીને વિવાદો ઊભા કરી લોકોનું ધ્યાન પોતાના મુદ્દા પર લઈ જવા મજબૂર કરી રહ્યાં છે.

કોંગ્રેસે જણાવ્યું છે કે તે મધુ શ્રીવાસ્તવના આ ભાષણ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેરમંચ પરથી મતદારોને ભાજપને મત આપવા માટે ધમકાવતા હોય તેવું લાગી રહ્યું છે.