ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો મફતમાં રાઈડની મજા કરી આવે છે

અમદાવાદના મોટાભાગના શહેરી બાવાઓ – કોર્પોરેટરોના સબંધીઓ અને સગાઓ છેલ્લાં 20 વર્ષથી મફતમાં નહાઈ આવ્યા છે. મફતમાં રાઈડની મોજ કરી લે છે, મફતમાં પાર્ટી કરી છે. તેમને કૌટુંબીક કાર્યક્રામો કે લગ્નના રીસેપ્શન પણ તેમાં લઈને લાભ લઈ લીધો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને આવી જાય છે. વોટર પાર્ક એક પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક છે. જ્યાં 19 વર્ષથી મોટા ભાગના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારની આછેરી ડૂબકી લગાવી લીધી છે. જાહેરમાં ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવી રહ્યાં છે. ઘનશ્યામ પટેલે અગાઉ બદરૂદ્દીન શેખ સામે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં રૂ.12 કરોડનું રોકાણ ભાજપના નેતાએ કર્યું છે. વડી અદાલતે તેને બંધ કરાવી દીધું હતું.