ગુજરાતમાં ભાજપને પાતળી બહુમતીથી 99 બેઠકો મળી ત્યારે ભાજપના અનેક ધારાસભ્યોએ પ્રધાન બનાવવા માટે રજૂઆતો કરી હતી અને રાજીનામાં આપવા સુધી વાત પહોંચી હતી. વળી નિતીન પટલે પણ નારાજ છે. ત્યારે જો થોડા ધારાસભ્યો ભાજપથી અલગ થાય તો સરકાર તૂટી પડે તેમ છે. તેથી કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવી રહ્યું છે કાંતો તેમની સામે પોલીસ કેસ કરીને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે અને વિધાનસભાના સભ્ય તરીકે તગેડી મૂકવામાં આવી રહ્યાં છે.
ભાજપ પક્ષ અને સરકાર વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓને યેનકેન પ્રકારે હેરાન કરીને અને જરૂર જણાય ત્યાં કાયદાના ઓઠા હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરે તે જ દેખાડે છે કે, ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે. એવો આરોપ કોંગ્રેસે મૂક્યો છે. પણ, નૈતિકતાના આધાર પર બ્નને માંથી એક પણ પક્ષ પોતાના ભ્રષ્ટ કે ગુનેગાર ધારાસભ્યનું રાજીનમું લેતા નથી. પણ પક્ષાંતર કરાવતી વખતે રાજીનામું અવશ્ય લે છે.
બાબુ બોખીરીયા, કાંતિ અમૃતિયા, પુરુષોતમ સોલંકી જેવા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો અને સાંસદ નારણભાઈ કાછડીયા સામે ગંભીર ગુન્હાઓમાં સજા જાહેર કરવામાં આવી હોવાના કિસ્સા મોજૂદ છે.
કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને જે રીતે અને જે ઝડપે સભ્યપદેથી દુર કર્યા તે કિન્નાખોરી, આપખુદશાહી અને ગેરબંધારણીય પગલાં સામે રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન અને કલેક્ટરને આવેદનપત્ર અપાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના લોકો માટે અલગ નિયમ અને કોંગ્રેસ ના લોકો માટે અલગ નિયમની નીતિના લીધે કોંગ્રેસના ધારાસભ્યોને કિન્નખોરીનો ભોગ બનવું પડે છે.
ભાજપ ડર અને ભયના રાજકારણથી પોતાની સત્તા ટકાવવા માંગે છે. જે પક્ષના નેતાઓ ‘કબુતર બાજી’ અને માનવ તસ્કરી જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા હોય તેવા ભારતીય જનતા પક્ષ માટે પ્રજા સેવા એક ધંધો બની ગયો છે.
ભાજપના ગુન્હેગાર ધારાસભ્યો અને સંસદસભ્ય સામે ભૂતકાળમાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે બીજી બાજુ, કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવા બારડ સામે કોઈપણ કાર્યવાહી કરવા અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોવા છતાં, વિધાનસભા સ્પીકરે મનસ્વી રીતે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિધાનસભ્ય તરીકે દુર કરવાનો નિર્ણય કર્યો છે. તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.