ભાજપ દેશ વિરોધી છે – હવે, કોંગ્રેસ હુમલાના પુરાવા માંગે તેથી રાજીનામું – વલ્લભ

ભાજપની નીતિને દેશ વિરોધી ગણાવીને વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા વલ્લભ ધારવીયાએ જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં જોડાયા બાદ જાહેર કર્યું કે  દેશમાં આતંકી હુમલો થયો હતો તેના જવાબમાં ભારતની સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓએ તેના પૂરવાઓ માંગ્યા આ દેશના સૈનિક સામે શંકા કરે ત્યારે મને એક ભારત દેશના નાગરિક અને એક ગુજરાતી તરીકે એમ થયું કે, જે પાર્ટી દેશના સૈનિક સામે શંકા કરે તેની સાથે ન રહેવાય. આ કારણે જે મેં કોંગ્રેસ છોડી છે અને ભાજપમાં આવ્યો છું.

આમ તેના માટે દેશ ભક્તિની વ્યાખ્યા વારંવાર બદલાઈ રહી છે. ભાજપ કોંગ્રેસના નેતાઓને તોડી રહ્યું છે. તેઓ 2017ના વિધાનસભાના ઇલેક્શનમાં વલ્લભભાઇ ભારતીય જનતા પાર્ટીના રાઘવજી પટેલ સામે 6397 મતોથી જીત્યા હતા.

2017માં વિધાનસભાની ચૂંટણી સમયે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો અને લોકોએ મને મત આપીને વિજયી પણ બનાવ્યો. ભારતીય જનતા પાર્ટીના લોકો અમારા નેતાઓને ખરીદે છે અને લોભ લાલચ આપીને પોતાની પાર્ટીમાં જોડે છે. ત્યારે હવે હું પરેશ ધાનાણીને ચેલેન્જ કરું છું કે, તમે જે કહ્યું તેના પુરાવા આપો નહીંતર હું તમારા પર લીગલ કાર્યવાહી કરીશ.

12 માર્ચના રોજ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી CWCની બેઠક માટે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે એક પછી એક એમ ત્રણ ધારાસભ્યોના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો પસરી ગયો છે.

2017ના વિધાનસભાના ઇલેક્શનમાં વલ્લભભાઇ ભારતીય જનતા પાર્ટીના રાઘવજી પટેલ સામે 6397 મતોથી જીત્યા હતા. આશા પટેલ, ત્યાર બાદ જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યું હતું. સત્તાની લાલચ કે ખરેદી થતી હોવાના આરોપ પણ ભાજપ પર મૂકવામાં આવી રહ્યાં છે.