ભાજપ પાસે અહંકાર સિયાવ બીજા કોઈ મુદ્દા ગુજરાતમાં ન હતા – કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી રાજીવ સાતવએ જણાવ્યું હતું કે લોકસભાની ગુજરાતમાં 26 બેઠકોના પ્રચાર-પ્રસારમાં કોંગ્રેસ પક્ષના સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓએ અને નિષ્ઠાપૂર્વક પ્રચાર-પ્રસારમાં જોડાયા હતા. પ્રચાર-પ્રસાર, જનસભામાં ગુજરાતના નાગરિકોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વ્યાપક જનસમર્થન જન આશીર્વાદ આપ્યા હતા. કોંગ્રેસ પક્ષનો પ્રચાર પ્રસાર મુદ્દા આધારિત અને જ્યારે સામાપક્ષ ભાજપનો મુદ્દાવિહીન અહંકારની ભાષા સાથે નકારાત્મક પ્રચાર કરવામાં આવ્યો હતો.

લોકસભાની 2014ની ચૂંટણી સભામાં આપેલા વચનો અંગે ભાજપના તમામ નેતાઓ ચૂંટણી પ્રચારમાં સતત મૌન રહ્યા હતા. ચૂંટણી પ્રચાર સભામાં દર વર્ષે 2 કરોડ નોકરી એટલે કે 5 વર્ષમાં 10 કરોડ નોકરી, દરેક ખાતામાં 15-15 લાખ, ખેતીની આવક બમણી, મહિલા સુરક્ષા, મોંઘવારી ઘટશે તેવા અનેક લોભામણી વાતો 2019ની લોકસભાના પ્રચારમાં ગાયબ છે લોકસભા ચૂંટણીમા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માટે પંજાના નિશાન પર બટન દબાવી મતદાનની અપીલ કરતા રાજીવ સાતવ અને અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ 5 જાહેરસભાને સંબોધી, 182 વિધાનસભા, 26 લોકસભામાં કોંગ્રેસ પક્ષનો મુદ્દા આધારિત પ્રચાર જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતની બેઠક સુધી પ્રચાર-પ્રસાર માટે અસરકારક આયોજન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે. ગુજરાતના ખેડૂતો ભાજપ સરકારની નીતિના કારણે આર્થિક પાયમાલી-હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો, ખેતી, ગામડું ભાજપની નીતિના કારણે તૂટી ગયા છે. પશુપાલકોને ભાજપ સરકાર સતત અન્યાય કરી રહી છે. અછતગ્રસ્ત વિસ્તારના હજારો પરિવારોને ભાજપ સરકારે અન્યાય કર્યો, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ ખેડૂતો લુંટાયા, કરોડો રૂપિયા ખાનગી વિમા કંપનીઓએ લુંટ ચલાવી છે. જ્યારે દેશમાં 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર મોદી સરકારમાં છે. 2 કરોડ દર વર્ષે નોકરી-રોજગારી એટલે કે, પાંચ વર્ષમાં 10 કરોડ નોકરી આપવાને બદલે નોટબંધી-જીએસટીના લીધે મોદી સરકારે 4.30 કરોડ નોકરીઓ છીનવી લીધી સાથોસાથ મોદી સરકારની નિતીને કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. નાના મધ્યમ કદના ઉદ્યોગોને તાળા વાગી રહ્યાં છે. જાગો મતદાતાઓ જાગો આપના મતાધિકારનો ઉપયોગ કરો કોંગ્રેસના ઉમેદવારને મત આપીને ન્યાય આપનારી કોંગ્રેસ સરકાર બનાવો.