ભાજપ પ્રમુખ ચોકીદાર જીતેન્દ્ર વાઘાણીનો પુત્ર ધંટી ચોર, પરિક્ષામાં 27 કાપલી સાથે પકડાયો

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોપી કેસમાં ઝડપાયો હતો: ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં પકડાયો જીતુ વાઘાણીનો દીકરો, મીત જીતુ વાઘાણી. તે કરતો હતો પરીક્ષામાં કોપી. તેની પાસેથી 27 ચીઠ્ઠી કે ચોરીની કોપી પાસેથી પકડાઈ .જીતુ વાઘાણીના દિકરાનો સીટ નંબર 2121066 છે. ભાવનગરની એમ. જે. સીસી કોમર્સ કોલેજમાથી પકડાયો.

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પુત્ર મિત બીસીએની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો હોવાની ચર્ચાઓ છે, જીતુ વાઘાણીએ તેમના ફેસબુક એકાઉન્ટમાં તેમના નામ આગળ ચોકીદાર લખીને મોદીના મે ભી ચોકીદાર મિશનને આગળ વધાર્યું છે, ત્યારે હવે તેમનો પુત્ર ચોરી કરતા ઝડપાઇ ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, મિત ભાવનગર યુનિવર્સિટીની બીસીએની પરીક્ષામાં કોપી કરતો હોવાની ચર્ચા છે, બપોરે અંદાજે 12.40 વાગ્યે કોપી કેસ થયા પછી ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે અને યુનિવર્સિટી સત્તાધીશોએ ભેદી મૌન ધારણ કરીને મીડિયાને પ્રવેશબંધી ફરમાવી દીધી હતી

ભાવનગરની એમ.જે.કોમર્સ કોલેજમાં બી.સી.એના બીજા સેમિસ્ટરની પરીક્ષા દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર વાટલિયા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે મિત પાસેથી 27 જેટલી કાપલીઓ પકડાઈ હોવાનું સામે આવ્યું છે, દબાણ છંતા પ્રિન્સિપાલે તેની સામે કોપી કેસ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે, નોંધનિય છે કે જીતુ વાઘાણી સામે અગાઉ ચેક રિટર્ન કેસ થઇ ચુક્યો છે બાદમાં રાહુલ ગાંધી પરના સ્તન પાનના નિવેદન મામલે પણ તેમની સામે હોબાળો થયો હતો અને તેમને માફી માંગવી પડી હતી, અને હવે ફરી એક વખત તેમના દિકરાને લઇને તેઓ વિવાદમાં આવ્યાં છે.