અદાણી પોર્ટ સામે આજે પણ લડત ચાલુ જ છે. 2013માં કેન્દ્ર સરકારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તેમજ માછીમારોને તેમજ પર્યાવરણને અદાણી નુકશાન કરેલ છે તેના માટે 200 કરોડ સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા આદેશ કરેલો તે ભાજપની કેન્દ્ર સરકારે 2016માં માફ કરી નાખ્યા. તેના માટે સ્થાનિક લોકો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતાં SC કહ્યું હતું કે NGTમાં જાવ. કચ્છના લોકોની હવે ત્યાં લડત ચાલુ છે. હક્ક અને અધિકર માટેની લડત ચલાવી રહ્યા છે. સ્થાનિક લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
ગુજરાતમાં મુન્દ્રા ખાતે આવેલા અદાણી ગ્રુપના પોર્ટ અને SEZ પ્રોજેક્ટે પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનું જાહેર થયું હતું. જેને લઇને વર્ષ 2009માં આ કંપનીને નોટીસ ફટકારવવામાં આવી હતી. પર્યાવરણ મંત્રાલયની એક પેનલને તપાસ માટે રાખવામાં આવી હતી ત્યાર બાદ અદાણી ગ્રુપને રૂ.200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે ભારતમાં પર્યાવરણ ખરાબ કરવામાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હતો.
પર્યાવરણશાસ્ત્રી સુનીતા નારાયણના નેતૃત્વમાં મંત્રાલયે પાંચ સભ્યોની સમિતિ નીમી હતી અને આ સમિતિએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય મંજૂરીના નિયમોનું પાલન નહીં કરવાને કારણે ચેરના વૃક્ષોનો મોટા પ્રમાણમાં નાશ થયો છે. તેમજ નજીકમાં આવેલી દરિયાની ખાડીઓને પણ નુકશાન થયું છે. યુપીએ સરકારના પર્યાવરણ મંત્રી જયંતી નટરાજને રીપોર્ટ બાદ અદાણી કંપનીને પ્રોજેક્ટ ખર્ચના એક ટકા અથવા રૂ.200 કરોડ બેમાંથી જે વધુ હોય તે આપવાનો આદેશ કરાયો હતો.
જોકે, આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવ્યો તે પહેલા કેન્દ્રમાં સરકાર બદલાઈ તેના કારણે પર્યાવરણ મંત્રી બદલાયા અને આ મામલો ભાજપના અદાણી તરફી પ્રકાશ જાવડેકર પાસે આવ્યો હતો. ત્યાર બાદ પ્રકાશ જાવડેકરે એક નવી સમિતિની રચના કરી હતી અને ફરી તપાસ શરુ કરી હતી. પરંતુ આ વખતે મંત્રાલયને કમિટી તરફથી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સાબિત થઇ શકે કે અદાણી પ્રોજેક્ટથી પર્યાવરણને નુકશાન થયું છે. જેને કારણે આખરી નિર્ણય લેતા મંત્રાલયે રૂ.200 કરોડનો દંડનો નિર્ણય પડતો મુક્યો.
કચ્છના મુંદ્રા બંદર ખાતે પર્યાવણના કાયદાનાં ખૂલ્લેઆમ ભંગ કરવા બદલ 2013માં અદાણી ગૃપને રૂ.200 કરોડનો દંડ કોંગ્રેસની સરકારે ફટકાર્યો હતો. હવે તે ભાજપની સરકારે માફ કરી દઈને આવું જાહેર કર્યું છે કે અદાણીએ પર્યાવરણના કાયદાનો કોઈ ભંગ કર્યો નથી. અદાણી ગૃપન વોટરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવી રહી છે. હવે અહીં ભંગાર જહાજ ભાંગવાનો વાડો બનાવી રહી છે. જેનાથી ભાવનગરની જેમ પારાવાર પ્રદૂષણ ફેલાઈ શકે છે.
ભાજપની કેન્દ્રમાં સરકાર બન્યા પછી તુરંત કેન્દ્રના પર્યાવરણ મંત્રાયલે યુ-ટર્ન લીધો છે. 2016માં પર્યાવરણ મંત્રાલય અવું નક્કી કર્યું હતું કે, દંડની રકમ માફ કરી દેવી અને પર્યાવણને જે નુકસાન કંપનીએ કર્યું છે. અદાણી મુંદ્રા પાસે 700 હેક્ટર જમીન છે અને તેમાં વોટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ડ્રાય કાર્ગો, પ્રવાહી લઈ જતા કાર્ગો, કન્ટેનર ટર્મિનલ, રેલવે, અને બીજા કામ માટે ચાર બંદર આ સ્થળે આવેલાં છે. આ એક મોટું ઔદ્યોગીક સામ્રાજ્ય છે અને તે ટાઉનશીપનો એક ભાગ છે. જ્યાં કંપની આ પ્રોજેક્ટ સ્થાપિત કરી રહી છે.
વર્યાવરણ નિષ્ણાત સુનિતા નારાયણની અધ્યક્ષતા ધરાવતી આ તપાસ સમિતિએ એવું કહ્યું હતું કે, અહીં પર્યાવણરણને મોટું નુકસાન કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પર્યાવરણ સમિતિએ એવી ભલામણ કરી હતી કે ચાર બંદરમાંથી એક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે. જહાજ ભાંગવાનો વાડો બનાવવા માટે રૂ.146.8 કરોડનું રોકણ કરવા માટે મંજૂરી પણ માંગી હતી. 2015ના તારણોથી વિપરીત પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું કે, અદાણી કંપનીએ પર્યાવણને ક્ષતિ પહોંચાડી નથી. કોઈ કાયદા કે નિયમોનું ઉલંઘન કર્યું નથી. 2013માં પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું હતું કે, મુંદ્રામાં ચેરના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે જ સૌથી મોટો પુરાવો છે. ઓગસ્ટ 2017 સુધીમાં આ બાબતે મંત્રાલયની જે ફાઈલો હતી તેમાંથી ઉલંઘન કરનારી જે બાબતો હતી તે તમામ હઠાવી દેવામાં આવી હતી.
આ ઉપરાંત અધિકારીઓએ એવી પણ નોંધ મૂકી કે, 2009થી આજ સુધી અદાણી દ્વારા તમામ પર્યાવરણના કાયદાઓ અને શરતોનું પાલન કરેલું છે. વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જૂન મોઢવાડીયાએ કહ્યું હતું કે કચ્છના દરિયામાં જ અત્યારે માછલી મળે છે. હવે તે પણ પ્રદુષણના કારણે મળતી બંધ થઈ જશે. જેના પર પાંચ લાખ કુટુંબો નભે છે તે હવે બંદર અને જહાજભાંગલાના વાડાથી ખતમ થઈ જશે.
આમ ફરી એક વખત અદાણી જૂથ અને ગૌતમ અદાણી સામે NGT સમક્ષ મામલો લઈ જવામાં આવ્યા બાદ હવે થોડા દિવસમાં ચૂકાદો આવે એવી શક્યતા છે.