[:gj]બુલેટ ટ્રેનના નામે રૂ.60કરોડનું કૌભાંડ[:]

[:gj]

બુલેટ ટ્રેન ચલાવવા માટેની કોર્પોરેશનની પરમીશન કે કોન્ટ્રકટ આપ્યો નથી તે પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગમાં બુલેટ ટ્રેન લાવીને કોન્ટ્રકટરે મૂકી દીધી.

કમાટીબાગમાં કોમર્શિયલ પ્રવૃત્તિ વધારવા સામે કોર્પોરેટ અમી રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક મળી શકે તે પ્રોજેક્ટમાં તેની જગ્યાએ ગેરકાયદેસર રીતે બૂલેટ ટ્રેનનો કોન્ટ્રાકટ સમગ્ર સભા કે જાહેરાત કરીને ભાવો માંગવાને બદલે 25 વર્ષ માટેના ફક્ત વાર્ષિક 6 લાખ રૂપિયામાં પધરાવી દેવાનો ગુપ્ત એમઓયુ આસી કમિશનર શેઠ દ્વારા કરવામાં આવ્યું અને પ્રોજેક્ટ ને મંજુરી આપી દીધી હતી . તે ભ્રષ્ટાચાર અને કોર્પોરેશનને થતું નુકશાન અટકવવા અમોએ મેયર અને કમિશનરને 21મી ઓગસ્ટે પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી.

કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે સમગ્ર સભામાં રજૂઆત કરી હતી કે કોર્પોરેશન આ પ્રોજેક્ટ રીવ્યુ કરે તો 40 થી 50 કરોડની આવક થાય. તેની સામે 25 વર્ષમાં ફક્ત ૧કરોડ અને 50 લાખમાં સોદો કરી ભ્રષ્ટાચાર કરી કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકશાન કર્યું છે.

સમગ્ર સભામાં કોર્પોરેટર અમી રાવતે કોર્પોરેશનને કરોડો રૂપિયાનો રેવેન્યુની ખોટ સામે રીવ્યુ કરવા તથા ગેરકાયદેસર રીતે પ્રોજેક્ટની મંજુરી આપવાની સામે ભ્રષ્ટાચારની તપાસ માગી હતી. મેયર જીગીશા બેન શેઠ અને કમિશ્નર ભાદૂએ આ પ્રોજેક્ટમાં તપાસ અને રીવ્યુ કરવાની ખાતરી આપી તાત્કાલિક પ્રોજેક્ટ બંધ કરાવ્યો હતો.

મેયર જીગીશા બેન શેઠ અને કમિશ્નર અજય ભાદૂ દ્વારા સત્તાવાર રીતે સમગ્ર કોન્ટ્રકટને મજુરી આપી નથી. અને આ પ્રોજેક્ટ કમિશ્નર ,સ્ટેન્ડિંગ કે સમગ્ર સભામાં લાવ્યા વગર કરોડોનો પ્રોજેક્ટ ગેરકાયદેસર રીતે તત્કાલીન ડાયરેક્ટર શેઠ દ્વારા જાતે સહી કરી મંજુરી આપ દીધી હતી.

મ્યુ.કમિશનર અને ડાયરેક્ટર,પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા ગેરકાયદેસર રીતે ખાનગીમાં એમઓયુ કરીને ટેન્ડર વગર ખાડેલ કોર્પોરેશનને નવી બુલેટ ટ્રેન,નવું રેસ્ટોરન્ટ સાથે ઝીપ લાઈનનો ખોટો કોન્ટ્રાકટ કરીને લગભગ 60 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે.. કોર્પોરેશનને ખોટ કરાવતા ભ્રષ્ટ અધિકારીઓ ; તાત્કાલીક પગલા લેવા માગણી કરી હતી.

કમાટીબાગ બચાઓ..વડોદરા બચાઓ.

વર્ષોથી પર્યાવરણને બચાવવા અને વડોદરાને સુંદર અને સંપૂર્ણ સુવિધાવાળું શહેર બનાવવાની વર્ષોથી લડત અને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહયા છે.

સ્વપ્નદ્રષ્ટા મહાન રાજવી સયાજીરાવની અમૂલ્ય ભેટ અને વડોદરાનો શ્વાસ એવા કમાટીબાગમાં કોમર્શિયલ પ્રવૃત્તિ બન્ધ કરવા અને બાગમાં શહેરીજનો માટે ઝાડ, ફુલો હરિયાળી અને શુદ્ધ હવા રહે તે માટે બાગ બચાવવા ખૂબ લડત આપેલ છે.
પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કમાટીબાગમાં અવનવા પ્રયોગો કરી ગ્રીનરી, ઝાડ, ફૂલોની જગ્યાએ સમરમેલા જેવા લોખન્ડના આકર્ષણો અને બાંધકામ કરી કોન્ક્રીટના જંગલમાં ફેરવી કરોડો રૂપિયા કમાવવાના કારસા રચે છે..
પરંતુ શહેરના નાગરિકો ખૂબ જાગૃત છે.
અમો કમાટીબાગ જ નહીં શહેરના તમામ બાગબગીચા તેમજ પર્યાવરણ ને બચાવવા કટિબદ્ધ છીએ..

મેયર જીગીશ શેઠ અને કમિશ્નર ભાદુને બુલેટ ટ્રેનમાં ભ્રષ્ટાચાર અને કોર્પોરેશને કરોડોનું નુકશાન બાબતે રજુઆત કરતાં તેમને હકારાત્મક પગલું ભરવાની ખાતરી આપી હતી.

[:]