તમાકુના વપરાશ પર ગુજરાતમાં પ્રતિબંધ છે. પણ બે મોસમમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ખરીફ પાક 63220 હેક્ટર અને રવિ પાક 116340 હેક્ટર મળીને 179920 હેક્ટર તમાકુનું વાવેતર થઈ રહ્યું છે. જ્યારે ઉત્પાદન 380000 ટન થાય છે. એક હેક્ટરે ઉત્પાદન લગભગ 2110 કિલો થઈ રહ્યું છે. ગુજરાતમાં તમાકુ પ્રતિબંધ પછી ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારી દીધો છે તેની સામે 4 જિલાલાના ખેડૂતોએ તમાકુ ઉગાડવાનું બંધ કરીને તેની સામે બીજા પાક લેવાનું શરૂ કર્યું છે. 1995માં પક્ષ પરિવર્તન થયું ત્યાર પછી રાજનીતિ બદલાઈ છે. તેની સાથે ખૂતોએ પણ પોતાના પાક નીતિ બદલી છે.
પહેલા માત્ર ખેડા અને આણંદમાં તમાકુનો 20000 હેક્ટરમાં પાક લેવાતો હતો હવે 92500 પાક લેવામાં આવે છે. ઉત્તર ગુજરાતના તમામ 6 જિલ્લામાં 23800 હેક્ટર પાક લેવામાં આવે છે. જેમાં આણંદ 60500, ખેડા 31700, મહેસાણા 12700, ગાંધીનગર 3400, સાબરકાંઠા 2400, બનાસકાંઠા 2800, પાટણ 1900, અરવલ્લી 600 હેકટરમાં તમાકુ પાકે છે. બાકીના 25 જિલ્લામાં કોઈ ખેડૂત તમાકુ પકવતા નથી.
આખરી ઉત્પાદન
ગયા ચોમાસામાં વાવેતરમાં ઘટાડો થયો હતો. સામાન્ય વાવેતર 137931 હેક્ટર સામે 2017-18માં 1.20 લાખ હેક્ટર અને 2018-19માં 1.16 લાખ હેક્ટર વાવેતર થયું હતું. 15 ટકા જેવો ઘટાડો હતો. બન્ને ઋતુ થઈને 2017-18માં 1.74 લાખ હેક્ટરમાં વાવેતર કરીને 519 લાખ ટન ઉત્પાદન થાયું હતું. હેક્ટર દીઠ 3 હજાર કિલો ઉત્પાદન મેળવેલું હતું. જ્યારે 2016-17માં કૂલ 1.67 હેક્ટરમાં 3.75 લાખ ટન ઉત્પાદન મેળવીને એક હેક્ટર દીઠ 2243 કિલો તમાકુ પકવી હતી.
23 વર્ષ પહેલા શું હતું
1995-96માં 1.21 લાખ હેક્ટરમાં 1.96 લાખ ટન ઉત્પાદન સાથે એક હેક્ટર દીઠ 1610 કિલોના ઉત્પાદન મેળવતાં હતા. સરેરાશ 1700 કિલોનું ઉત્પાદન હેક્ટરે રહેતું હતું. અમદાવાદમાં 1000 હેક્ટર, બનાસકાંઠા 4400, વડોદરા 28100, ખેડા 817, મહેસાણા 4700, પંચમહાલ 1400, સાબરકાંઠા 300 હેકટરમાં વાવેતર થતું હતું.
શું પરિવર્તન આવ્યું
1995-96થી 2018-19 સુધીના 23 વર્ષના શાસનમાં તમાકુની ખેતી અને વેપારમાં ઘણાં ફેરફારો આવી ગયા છે. 1.80 લાખ હેક્ટરમાં હાલ વાવેતર થાય છે. જે 23 વર્ષ પહેલાં 1.21 લાખ હેક્ટરમાં થયું હતું આમ 59 હજાર હેક્ટરવા વાવેતર વધારો થયો છે. 3.80 લાખ ટન ઉત્પાદન હાલ લેવામાં આવે છે જે 1995-96માં 1.96 લાખ ટન થયું હતું. આમ ઉત્પાદન 1.84 લાખ ટન ઉત્પાદન વધી ગયું છે.
હેક્ટરે 1700 કિલોનું ઉત્પાદન વધીને 3 હજાર કિલો થયું છે.
પંચમહાલ, વડોદરા, અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ તમાકુનું ઉત્પાદન બંધ કરી દીધું છે. તેની સામે ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી એમ નવા વિસ્તારોમાં તમાકું પાકતી થઈ છે. ઉત્તર ગુજરાતમાં તમાકુની ખેતી વધી છે.
સ્વાભાવિક રીતે જ ખેડૂતોને તમાકુના ઉત્પાદનમાં સારા ભાવ મળતા ન હોવાથી તેઓ અન્ય પાક તરફ વળ્યા છે અને વેપારીઓએ પણ તે હિસાબે પોતાનો વિસ્તાર પ્રમાણે ધંધો બદલેલો છે.