ભાજપ સરકાર દ્વારા જ બનાવટી મિઠાઈના લાયસન્સની લહાણી

અમદાવાદ, તા. 07

તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે તેલની મિઠાઈઓ છે. તેલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યા છે. લોકો રોજની 3 લાખ કિલો બનાવટી મીઠાઈ આરોગી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસન્સ આપી દીધા છે જે ગુજરાતના લોકોને બનાવટી મીઠાઈઓ ખવડાવી રહ્યા છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આવા લાયસન્સ ન આપવા માટે કેન્દ્ર સરકારને છ વર્ષમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કેન્દ્રની ભાજપ સરકાર આવી બનાવટી મીઠાઈ માટે લાયસન્સ આપી રહી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરીના એક અધિકારીએ જણાવ્યું હતું.

દૂધ નહીં 100 ટકા તેલની મીઠાઈ

દરેક મીઠાઈની દુકાન પર આપ જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે દૂધમાંથી બનેલી નથી હોતી પણ તે તેલ અને દૂધના પાઉડરથી બનેલા માવાની હોય છે. જોકે, આ પ્રોડક્ટને સ્પેશિયલ બરફીના રૂપાળા નામે આ માવો કાયદેસર રીતે ધૂમ વેચાય છે. આ તેની 100 ટકા ખાતરી આરોગ્ય વિભાગ આપે છે. બનાવટી માવો કે જેને સ્પેશિયલ બરફી તરીકે જથ્થાબંધ બનાવીને છૂટક વેપારીઓને આપવામાં આવે છે. જેમાંથી વેપારીઓ મીઠાઈ બનાવી રહ્યા છે.

વર્ષે દરેક વ્યક્તિ બે કિલો ભેળસેળવાળી મિઠાઈ ઝાપટે છે

વર્ષે 11થી 12 કરોડ કિલો માવો બનાવે છે. એટલે કે વ્યક્તિ દીઠ 2 કિલો માવો લોકોના પેટમાં જાય છે. તેનો સીધો મતલબ કે દરે વ્યક્તિ 2થી 3 કિલો મીઠાઈ માવાની નહીં પણ વનસ્પતી તેલની ખાય છે. જેમાં દૂધ ઘી હોતા નથી. માત્ર સ્વાદ હોય છે.

48 રૂપિયા કિલોની મીઠાઈ 500માં વેચાય છે

48 કિલોના ભાવે વેપારીઓ લઈ જાય છે અને તેઓ તેમાંથી મીઠાઈ બનાવીને રૂ.300થી 500ના કિલોના ભાવે વેચે છે.

કાયદેસરની ભેળસેળ

કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા પ્રમાણે આ પ્રવૃત્તિ કાયદેસર છે. તે ગેરકાયદે નથી. 2004થી આ રેકેટ ચાલી રહ્યું છે.

આવી મિઠાઈ 7 દિવસમાં ખરાબ થઈ જાય

7 દિવસ જ તે ટકી શકે છે. તે પહેલાં વાપરી નાંખવું પડે છે. નહીંતર ખરાબ થઈ જાય છે. તેથી જથ્થાબંધ-બલ્કમાં ઉત્પાદન કરીને તેને વેપારીઓને તુરંત ડીલીવર કરી દઈને મીઠાઈ બનાવી દેવામાં આવે છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ તેને બનાવતાં અટકાવી શકતું નથી. જેનો રોમટીરીયલ તરીકે ઉપયોગ વેપારીઓ કરે છે. તેલથી બનેલી સ્વિટને દૂધની મિઠાઈ તરીકે લોકો હોંશથી ટન બંધ ખાય છે.