ભાજપ સામે બંડ કરતાં નીતિન ફળદુ ઉર્ફે ટીનું

જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુએ ભાજપની ટિકીટ માંગી હતી, પરંતુ તેમને ટિકીટ ન આપતા તેઓ નારાજ થયા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં પણ BJPમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. ભાજપના જિલ્લા મહામંત્રી નીતિન ફળદુ પાર્ટીથી નારાજ દેખાઇ રહ્યા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુને ટિકીટ ન મળતા તેઓએ પાર્ટી સામે બંડ પોકાર્યું છે. તેમને ભાજપના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી રોષ ઠાલવ્યો છે. ભાજપના ફળદુએ જવાહર ચાવડા સામે રોષ જાહેર કર્યો છે. કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા સામે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નીતિન ફળદુ હાર્યા હતા. નીતિન ફળદુએ સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ કર્યા બાદ ભડકાના એંધાણ દેખાઇ રહ્યા છે.

ભાજપ નાં નીતિન ફળદુ બેન્ડબાજા સાથે બહોળી સંખ્યામાં સમર્થકો સાથે આવ્યા હતા…તો કોંગ્રેસના જવાહર ભાઈ ફક્ત ૫ લોકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા. તેમને ટીનું પણ કહે છે.