ભાભરમાં ભ્રષ્ટાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા સાથે ચાની કીટલી ચલાવતાં બાંધકામ સમિતિના અધ્યક્ષ

ભ્રષ્ટાચાર અને સદાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

ભાભર એક એવી નગરપાલિકા છે, કે જ્યાં એક પણ વિરોધ પક્ષના સભ્ય ચૂંટાયા નથી. 20 માર્ચ 2016માં ભાજપના તમામ સભ્યો ચૂંટાતા પ્રમુખ ભાજપના બન્યા હતા. વિરોધ કરનાર કોઈ ન હોવાથી અહીં બેફામ ભ્રષ્ટાચાર શરૂ થયો હતો. તેથી 19 સભ્યોએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીને સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. દબાણ આવતા પ્રમુખે પોતે રાજીનામું આપવાની ફરજ પડી હતી. આવા ભ્રષ્ટ શાસન વચ્ચે ભાભર નગરપાલિકાના એક એવા સભ્ય છે કે જે બાંધકામ સમિતિના અધ્યક્ષ પણ છે. બાંધકામ સમિતિના અધ્યક્ષ જે વ્યક્તિ રહ્યાં હોય તે જીવનભર ચાલે એટલી બેઈમાન કમાણી કરી લેતાં હોય છે. પણ અ સમિતિના અધ્યક્ષ રાજુભાઈ ઠાકોર ભ્રષ્ટાચાર કરવાના બદલે પોતે ચાની કીટલી ચલાવે છે. તેઓ ચા અને પાન-મસાલા વેચીને રોજ રૂ.200થી 300 કમાઈ લે છે. આમ પ્રમાણિકતાથી તેઓ કમાઈ લે છે. ભાજપના બીજા એક આવા સભ્ય બાલુભાઈ પણ ચાની હોટેલ – ચાની કિટલી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

પ્રમાણિકતાનો રોટલો જ ખાઈશ

રાજુ ઠાકોર કહે છે કે, મારા પગ પર ઊભા રહીને મેં અઢી વર્ષ પહેલાં ચાની હોટેલ, નાસ્તા અને ખાવાના તૈયાર પડીકાનું પાર્લર કર્યું હતું. રોજના રૂ.2000થી 2500નો ધંધો થાય છે અને તેમાં રોજના મને રૂ.150-200 મળી રહે છે. મારા ત્રણ ભાઈઓ છે અને માતા પિતા છે. મારી ઊંમર 30 વર્ષની છે. મેં નક્કી કર્યું છે કે, ભારષ્ટાચારનો પૈસો ઘરમાં નહીં લાવું. પ્રમાણિકતાથી જ કમાઈશ. જાત મહેનત જીંદાબાગમાં માનું છું. બીજા પૈસા ઘરમાં ટકે નહીં મહેનત નો જ પૈસો ટકે છે.

શંકર ચૌધરીએ ટિકિટ આપી

ભાજપના નેતા શંકર ચૌધરીએ રાજુ ઠાકોરને નગરપાલિકાની ચૂંટણી લડવા ટિકિટ આપી ત્યારેથી રાજુના તે રાજકીય ગુરુ છે. રાજુ કહે છે કે, અમારા લોકોએ નક્કી કર્યું કે રાજુને ટિકિટ આપો. શંકર ચૌધરીએ તુરંત મને ટિકિટ આપી. તેમણે મને નવી ઓળખ આપી છે. મને કોઈ ઓળખતું ન હતું. મારા ગુરુ શંકર ચૌધરી છે. મેં 12 પાસ કરીને હું કોલેજમાં 6 મહિના કરીને પછી એક દુકાનમાં નોકરી કરી. ત્યાં નગરપાલિકાની ચૂંટણી આવી અને મને ગરીબ માણસને એકાએક ટિકિટ મળી હતી. તેથી ચૂંટણી લડલાનું નક્કી કર્યું અને જીતી વોર્ડ નંબર એકથી ચૂંટાઈ આવ્યો હતો.

પહેલું કામ સ્માશાન બનાવવાનું

હું ચૂંટાયો અને બાંધકામ સમિતિનો અધ્યક્ષ બન્યો ત્યારે પહેલું કામ સ્મશાન બનાવવાનું કામ કર્યું હતું. પછી શેરી દિવા બત્તી અને પછી રોડ બનાવવાનું કામ કર્યું છે. હજુ મારે ભાભરમાં ઘણાં કામ કરવાના છે.

કાળી બાજુ, ભ્રષ્ટાચાર સામે રાજીનામાં

જો કે અહીં ભાભરમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો રહ્યો છે. આજે પણ નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 18 એપ્રિલ 2018માં ભાજપના 18 નગરસેવકોએ પોતાના પક્ષમાં ચાલતાં ભ્રષ્ટાચાર સામે રાજીનામાં આપી દીધા હતા. માર્ચ 2016માં ભાજપે અહીં સત્તા મેળવી હતી. હવે અહીં કોઈ વિરોધ પક્ષ ન હોવાના કારણે ભાજપ બે લગામ કામ કરીને  વ્યાપક રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. નાના કામમાં પણ 10થી 30 ટકા સુધીની કટકી કરી લેવામાં આવી રહી હતી. ભાભર નગરપાલિકામાં તમામ 24 નગરસેવકો ભાજપના ચૂંટાયા હતા.

વૈકુંઠરામ આચાર્ય સામે ભ્રષ્ટાચારનો જંગ

ભાજપના નગરસેવકો હવે તેમના નેતાઓના વ્યાપર ભ્રષ્ટાચારથી હચમચી ગયા હતા. ભ્રષ્ટાચારની સામે 24માંથી 18 સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. વૈકુંઠરામ ગણપતરામ આચાર્ય સહિત 6 સભ્યો કે જે ભ્રષ્ટ શાસન કરી રહ્યાં હતા તેઓએ રાજીનામાં આપ્યા ન હતા. છે. ભાજપના 18 સભ્યોએ ભાજપના સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરી હતી કે ભાજપના વૈકુંઠરામ આચાર્યનો ભ્રષ્ટાચાર અટકાવો હવે તો અમને શરમ આવે છે. ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારીઓ સાથે ભાગીદારી નોંધાવી હોય તેમ પગલાં ભર્યા ન હતા.

પ્રદેશ પ્રમુખ સમક્ષ ભ્રષ્ટાચાની રાવ પણ કોઈ પગલાં ન લીધા

પ્રદેશ ભાજપના નેતાઓને પણ અહીંના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં પ્રદેશના નેતાઓ પણ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણીને કોઈ પગલાં લીધા ન હતા. તેથી પ્રમાણિક ગણાતા સભ્યોએ આખરે એવું નક્કી કર્યું કે ભ્રષ્ટાચાર કરવો નથી અને જોવો પણ નથી, તેથી રાજીનામાં આપીને ભાભર નગરપાલિકા છોડી દેવી. તેથી 18 સભ્યોએ રાજીનામા આપી દીધા હતા.

ભ્રષ્ટ પ્રમુખને હઠાવવાની માંગણી

ભાભર પ્રમુખ વૈકુંઠરામ આચાર્યને હટાવવાની માંગણી કરી હતી. ભાજપ મોવડી મંડળ એકાએક રાજીનામાથી હચમચી ગયું હતી.  ગાંધીનગરથી નેતાને તુરંત મોકલવાનું નક્કી કર્યું હતું. ભાભર પ્રમુખનું રાજીનામું લઈ લેવાની ખાતરી પણ ગાંધીનગર ભાજપે આપી હતી. 256 નગરપાલિકા અને 33 જિલ્લા પંચાયત અને 8 મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસના સત્તાધીશો વ્યાપક ભ્રષ્ટાચાર કરતાં હોય એવું આ ઘટના પરથી જોઈ શકાય છે.

પ્રમુખ વૈકુંઠરામ આચાર્યનું રાજીનામું

પક્ષના આંદોલન બાદ 17 એપ્રિલ 2018માં પ્રમુખ વૈકુંઠરામ આચાર્યએ આખરે રાજીનામું આપવું પડ્યું હતું. આચાર્ય સામે ભાજપના જ સભ્યો રાજીનામું ધર્યા બાદ પ્રમુખે સભ્યોની જીદ સામે આખરે પ્રમુખપદેથી રાજીનામું આપી દેવાની ફરજ પાડી હતી. સ્વચ્છ પ્રતિભા ધરાવતાં આ સભ્યોએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર સમે ચાલેલા નવનિર્માણ આંદોલન જેવું જ નાના પાયે જૂદી રીતે આંદોલન કર્યું હતું અને તેમાં ભ્રષ્ટ ભાજપના નેતાઓએ ઝૂકવું પડ્યું હતું.

વૈકુંઠ પોતે MLA નીમાબેન આચાર્યના સંબંધી

વૈકુંઠ આચાર્ય ભાજપના કચ્છના ધારાસભ્ય નીમાબેને આચાર્યના સંબંધી છે. તેવામાં ભાજપના જ ચૂંટાયેલા 19 સભ્યોએ તેમની સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. વૈકુંઠ આચાર્ય ધારાસભ્ય નીમાબેન આચાર્યના સગા હોવાથી વિરોધ કરી રહેલા સભ્યોને મનાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ સભ્યો માન્યા ન હતા. વૈકુંઠ આચાર્યનો વિરોધ કરવામાં મક્કમ રહ્યાં હતા.

વૈકુંઠ આચાર્યના ત્રાસથી પોલીસની આત્મહત્યા

ભાભર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નાગજીજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરો તેમજ ભાજપના રાજકીય અગ્રણીઓના ત્રાસથી રેલવે ટ્રેક નીચે પડતું મૂકી 1 સપ્ટેમ્બર 2016માં આપઘાત કરી લીધો હતો. મરણ નોંધમાં ઉલ્લેખાયેલા નામના આધારે ભાભર નગરપાલિકાના ભાજપના પ્રમુખ વૈકુંઠરામ ઠક્કર, પીએસઆઇ આર.જી. ચૌધરી સહિત 8 શખસો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસકર્મીની હત્યા કરાઇ હોવાના પરિવારજનો તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આરોપો મુક્યા હતા. ઘટનાને પગલે ઠાકોર સેનાએ બજાર બંધ કરાવી દીધું હતું. મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો.

આમની સામે 306 હેઠળ ગુનો નોંધાયો હતો

ગેનીબેન નગાજી ઠાકોર (ભાભર તાલુકા પંચાયત સદ્દસ્યા, પૂર્વ જિલ્લા પંચાયત સદ્દસ્યા (કોંગ્રેસ), બનાસકાંઠા, હાલના ધારાસભ્ય), વૈકુંઠરામ ગણપતરામ ઠક્કર (પ્રમુખ, નગરપાલિકા ભાભર (ભાજપ), હરિલાલ નટવરલાલ ઠક્કર (પૂર્વપ્રમુખ, નગરપાલિકા ભાભર (ભાજપ), કે.વી. રાઠોડ (ભાભર નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ (ભાજપ), ભુરાજી ધરમશીજી ઠાકોર (જિલ્લા પંચાયત કોંગ્રેસ સદ્દસ્ય, બનાસકાંઠા), સંજુભા જેઠુભા રાઠોડ (બુટલેગર, ભાભર),  હરપાલસિંહ સંગ્રામસિંહ રાઠોડ (બુટલેગર, ભાભર),  આર.જી. ચૌધરી (પીએસઆઈ ભાભર) સ્યુસાઇટ નોટ સહિત કેટલાક પુરાવા મળ્યા હતા.

(દિલીપ પટેલ)