ગીર સોમનાથ જિલ્લાના આકોલાળી ગામના હિન્દુ ધર્મના જ દલિત પરિવારના વર્ષ 2012માં તેમના પુત્રને લાલજી સરવૈયાને કે જેની ઉમર 27 વર્ષ હતી તેને આરોપીઓએ જીવતો સળગાવી દીધો હતો અને તે પરિવારે ઉના તાલૂકાના દેલવાડા ગામે હીજરત કરેલ હતી. આ પછી આ આકોલાલી ગામના દલિત પરિવારનું સંપૂર્ણ પુન:વસન કાયદાની જોગવાઇઓ મુજબ કરવામાં આવેલ નથી અને આ બનાવ વર્ષ 2012માં બન્યો હતો. બનાવ બાદ આ પરિવારે હીજરત કરેલ કરી હતી.
આ પરિવારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને એક અરજી કરી છે જેમાં તેમણે નાગરિકતા સંશોધન બિલ મુજબ બીજા દેશમાં સ્થળાંતર કરવામાં આવે અથવા તો મરજી મુજબ ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરી છે.
ગીર-સોમનાથના નજીકના આકોલાળી ગામે સાત વર્ષ પૂર્વે એક પ્રેમપ્રકરણને લઈને દલિત પરિવારના ઘરને કેરોસીન છાંટી અને યુવાનને સળગાવી દેવાના હિચકારા બનાવમાં સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે ૧૧ આરોપીઓને અંતિમ શ્ર્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.
ગીરગઢડાના આકોલાળી ગામે રહેતા લાલજી સરવૈયા નામના દલિત યુવાનને તે જ ગામની દરબાર જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. 2012માં 13 સપ્ટેમ્બરના રોજ 150 લોકોના ટોળાએ ગામમાં રહેતાં એકમાત્ર દલિત પરિવાર પર હુમલો કર્યો હતો.
મકાનમાંથી અન્ય સભ્યોને બહાર કાઢી લાલજી સરવૈયા નામના યુવાનને મકાનની અંદર પૂરી કેરોસીન છાંટી મકાન સાથે યુવાનને પણ સળગાવી નાખ્યો હતો.
લાલજી વશરામ વાજા, ભાણા કાના વાજા, પાંચા લાખા વાજા, પ્રવિણ ધીરૂ વાજા, હમીર અરજણ વાજા, અરજણ બાબુ મકવાણા, બાબુ દાના મકવાણા, ભીખા વીરા વાજા, રામ ભીખા વાજા, ધીરૂ વીરા વાજા, ગભરૂ કાના વાજા પીડિત પરિવાર હિજરત કરીને દેલવાડા વસ્યા હતા ઉનાના આકોલાળી ગામે પ્રેમપ્રકરણમાં ઘર સાથે યુવાનને સળગાવી દેવાની ઘટના બાદ દલિત સમાજનો આ પીડિત પરિવારે હિજરત કરી દેલવાડા વસ્યા હતા. લાંબા સમય સુધી આ પરિવાર ન્યાય માટે ઉપવાસ આંદોલન પણ કર્યું હતું.
આ કુટુંબ આજે પણ ગામ બહાર ભટકી રહ્યું છે તેને પુનઃવસન કરવા આદેશો થયા છે છતાં થયું નથી. આ પણ ભારતના નાગરિક છે, તેમની પેઢીઓથી રહેતા હતા છતાં 2012થી બહાર રહેવું પડે છે. છેલ્લા 8 વર્ષથી મોદી, આનંદી, રૂપાણીની ભાજપની સરકારનો લેખિત-મૌખિક રજૂઆતો કરી પણ નિયમો પ્રમાણે સરકારે કઈ મદદ કરી નથી.તેઓ હાલ દેલવાડા રહે છે. તેમણે ભારતના રાષ્ટ્રપતિને અરજી કરી છે. તેઓ હવે ગુજરાતમાં કે ભારતમાં રહેવા માંગતા નથી.