ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ પેસ બોલર શ્રીસંથ શું હવે ફરી ક્રિકેટ રમતો જોવા મળશે?

આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ તેના પર ભારતીય ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધ લાદ્યો હતો જે હવે ઘટાડીને સાત વર્ષનો કરી દેવાયો છે, 13 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રતિબંધ પૂરો થતા તે ફરી ક્રિકેટમાં સક્રિય થઈ શકશે, તેના પર 13 સપ્ટેમ્બર 2013એ આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જુલાઈ 2015માં શ્રીસંથ, અંકિત ચવ્હાણ અને અજિત ચંદીલા સહિત 36 આરોપીઓને આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલે કોર્ટે સજા કરી હતી. શ્રીસંથે આ ચુકાદા બાદ ક્રિકેટમાં પાછા ફરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રીસંથે 2005માં શ્રીલંકા વિરુદ્ધ નાગપુર ખાતે વનડેમાં પ્રવેશ કર્યો હતો. 2006માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં પ્રવેશ કર્યો હતો. શ્રીસંથે 27 ટેસ્ટમાં 37.59ની સરેરાશથી 87 વિકેટ અને 53 વનડેમાં 33.44ની સરેરાશથી 75 વિકેટ લીધી હતી.