રાજકોટ,તા.05
રાજકોટમાંથી ગેરકાયદે રીતે ભારતના પ્રમાણિત સર્ટિફિકેટ વગર લોકોને વિદેશમાં રવાના કરતાં એજન્ટોની ઓફિસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે દરોડા પાડીને ચાર એજન્ટોની ઇમિગ્રેશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિદેશ મંત્રાલયમાંથી ઓનલાઇન પોર્ટલ દ્વારા આવેલી એક એપ્લિકેશન જેમાં અરજદાર ડો,રાકેશ પ્રકાશ નિગમ ( રહે, ઈંદોર મધ્યપ્રદેશ )એ પોતાની દીકરીને ઉચ્ચભ્યાસ માટે ફિલિપિન્સ મોકલવા માટે રાજકોટના ઇમિગ્રેશન એજન્ટ પરાગ મલકાણ દિવ્યા એજ્યુકેશન એન્ડ ફેસીલીટેશન કોટેચાનાગર મેઇનરોડ અમીનમાર્ગ વાળા એજન્ટ મારફત મોકલેલી હતી. તેણે ઓનલાઇન એજન્ટની મિનિસ્ટ્રી ઓફ એસ્ટર્નલ અફેર્સમાં પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ કરેલી હતી તેની તપાસ પોલીસ કમિશનર તરફથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી. જે અંતર્ગત આવા એજન્ટો ઇમિગ્રેશન એક્ટ 1983 કલમ 10 અને 24નો ભંગ કરી કોઈપણ પ્રકારના ભારત સરકારના માન્યતા વાળા સર્ટિફિકેટ વગર વિદેશ મોકલવાનું કામ કરતા હોય તેઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ કેસની તપાસ માટે ક્રાઇમ બ્રાંચની અલગ અલગ છ ટીમો બનાવીને રાજકોટમાં આવી ઈ લીગલ ઓફિસો ધરાવતા હોય ત્યાં દરોડા કરાયા હતા આ દરોડામાં પરાગભાઇ નરેન્દ્રભાઈ મલકાણ (દિવ્યા એજ્યુકેશન એન્ડ ફેસીલીટેશન એજન્સી પંચશીલ પ્લાઝા કોટેચા નગર મેઈન રોડ રાજકોટ )વિશાલ ઈશ્વરભાઈ ખાંટ ( રિયો એજ્યુકેશન હરભોલે કોમ્પ્લેક્ષ ત્રીજા માળે ,એચ,પી, પેટ્રોલપમ્પની સામે યુનિવર્સીટી રોડ રાજકોટ ) પારાશભાઈ અશોકભાઈ ખજુરિયા ફર્સ્ટ સ્ટેપ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી લેન્ડ માર્ક બિલ્ડીંગ બીજામાળે ઓફિસ ન, 222થી 225 એસ્ટ્રોન ચોક રાજકોટ ) ધવલભાઈ રમણીકભાઇ ઠેસીયા ટી,એસ,ઈ,એફ, એજ્યુકેશન એન્ડ પ્રાઇવેટ લિમિટેડ થઈ,ફોર પલ્સ કપ્મ્લેક્ષ પહેલા માળે ઓફિસ ન, 103 એ સરદારનગર મેઇનરોડ એસ્ટ્રોન ચોક રાજકોટ ) ને ત્યાં દરોડા પાડ્યા હતા આ ચારેય એજન્ટોએ ગેરકાયદે રીતે ભારત સરકારના ધ ઇમિગ્રેશન એક્ટ 1983ની કલમ 10નો ભંગ કરીને વિદ્યાર્થીઓ તથા વિદેશ જવા માંગતા નોકરી વાંચ્છુકોને ગેરકાયદે રીતે મોકલતા હોય તેઓ વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે