વર્ષ 2019-20નું રૂ.28 લાખ કરોડ છે. ભારતના કુલ 63 અબજોપતિઓની સંપત્તિ દેશના કુલ વાર્ષિક બજેટ કરતા વધારે છે. ભારતના સૌથી અમીર 1 ટકા લોકો દેશની 70 ટકા વસ્તીથી 4 ઘણી વધારે સંપત્તિ ધરાવે છે.
મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યકિત બની રહ્યા છે. ભારતમાં 150 બિલિયોનર્સ નોંધાયા છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં એક વર્ષમાં ૧૬.૯ અબજ ડોલરનો વધારો થયો છે, અને તેઓ ૪૦.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનવાન વ્યકિત બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે મુકેશ અંબાણી દુનિયાના ૧૯મા સૌથી ધનવાન વ્યકિત છે. ૨૦૧૭માં તેઓ દુનિયાના ૩૩મા સૌથી ધનિક વ્યકિત હતા.
૨૦૧૮માં ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ અબજોપતિઓ ધરાવતો દેશ બની ગયો છે. આ વર્ષે ૫૮૫ અબજપતિઓ સાથે અમેરિકા દુનિયાનો સૌથી વધુ બિલિયોનર્સ ધરાવતો દેશ બન્યો છે, જયારે ૩૭૩ બિલિયોનર્સ સાથે ચીન આ મામલે બીજા નંબરે છે. દુનિયામાં ૨૦૧૮માં અબજોપતિઓની સંખ્યા ૨૨૦૮ હોવાનું ફોર્બ્સે જણાવ્યું છે.
આઈટી સેકટર સાથે સંકળાયેલા અજીમ પ્રેમજી બીજા સૌથી ધનવાન ભારતીય બન્યા છે. તેમની સંપત્તિનું મૂલ્ય ૧૮.૮ બિલિયન ડોલર થાય છે. દુનિયામાં તેમનો ક્રમાંક ૫૮મો છે.
ત્રીજા નંબરે લક્ષ્મી મિત્તલ આવે છે, જેઓ ૧૮.૫ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે.
ધનવાન ભારતીય મહિલા તરીકે સાવિત્રી જિંદાલને સ્થાન અપાયું છે, જેઓ ૮.૮ અબજ ડોલરના માલિક છે.
સોફટવેર કંપની એચસીએલના સ્થાપક શિવ નાદાર ચોથા સૌથી ધનિક ભારતીય છે, જેઓ ૧૪.૬ અબજ ડોલરની સંપત્તિના માલિક છે.
૩૯ વર્ષના ફાઈનાન્શિયલ ટેકનોલોજી આંતરપ્રેન્યોર અને પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા સૌથી યુવાન બિલિયોનેર બન્યા છે. તેઓ ૧.૭ બિલિયન ડોલરના માલિક છે.
સન ફાર્માના સ્થાપક દિલિપ સંઘવીને પાંચમા સૌથી ધનિક ભારતીય જાહેર કરાયા છે, ૧૨.૮ અબજ ડોલરની સંપત્તિના માલિક છે.
ભારતના સૌથી વધુ અબજપતિઓ ફાર્માસ્યૂટિકલ સેકટર સાથે સંકળાયેલા છે, અને તેમની સંખ્યા ૧૬ સુધી પહોચે છે.
જયારે કન્ઝયુમર ગુડ્સના બિઝનેસ સાથે સંકળાયેલા ૧૫ લોકો અબજપતિ છે.
રિયાલિટી સેકટરમાં પણ તગડી કમાણી કરી નવ લોકો અબજપતિ બન્યા છે.
યાદીમાં ક્રમ ધનકુબેરોના નામ સંપત્તિ
1 મુકેશ અંબાણી રૂ.3.8 લાખ કરોડ
2 SP હિન્દુજા-પરિવાર રૂ.1.5 લાખ કરોડ
3 અઝિમ પ્રેમજી રૂ.1.2 લાખ કરોડ
4 સાયરસ પુનાવાલા રૂ. 89,800 કરોડ
5 લક્ષ્મી મિત્તલ રૂ. 87,900 કરોડ
6 ઉદય કોટક રૂ. 75,600 કરોડ
7 ગૌતમ અદાણી રૂ.70,600 કરોડ
8 દીલિપ સંઘવી રૂ. 67,300 કરોડ
9 સાયરસ-શાપુરજી પાલોનજી મિસ્ત્રી રૂ.67,100 કરોડ
ટોપ ૧૦ ધનવાન ભારતીયો ડોલરમાં (2028)
૧. મુકેશ અંબાણી (૪૦.૧ અબજ ડોલર, પેટ્રોકેમિકલ્સ, ઓઈલ અને ગેસ)
૨. અઝીમ પ્રેમજી (૧૮.૮ અબજ ડોલર, સોફટવેર સર્વિસ)
૩. લક્ષ્મી મિત્તલ (૧૮.૫ અબજ ડોલર, સ્ટીલ)
૪ શિવ નાદાર (૧૪.૬ અબજ ડોલર, સોફટવેર સર્વિસ)
૫. દિલિપ સંઘવી (૧૨.૮ અબજ ડોલર, ફાર્મા)
૬. કુમાર બિરલા (૧૧.૮ અબજ ડોલર, કોમોડિટી)
૭. ઉદય કોટક (૧૦.૭ અબજ, બેન્કિંગ)
૮. રાધાક્રિશ્ન દામાણી (૧૦ અબજ ડોલર, ઈન્વેસ્ટમન્ટ, રિટેઈલર)
૯. ગૌતમ અદાણી (૯.૭ અબજ ડોલર, કોમોડિટીઝ, પોર્ટ્સ)
૧૦. સાયરસ પુનાવાલા (૯.૧ અબજ ડોલર, વેકિસન
દુનિયાના 2153 અબજોપતિઓ પાસે વિશ્વની 60 ટકા વસ્તી એટલે કે 4.6 અબજ લોકોથી વધુ સંપત્તિ છે. અબજોપતિઓની સંપત્તિ 10 વર્ષોમાં બેગણી થઈ ચૂકી છે.
વિશ્વના 22 ધનાઢ્યો પાસે આફ્રિકાની તમામ મહિલાઓની કુલ સંપત્તિ કરતા પણ વધુ સંપત્તિ છે. સમગ્ર દુનિયામાં સંપત્તિના મામલે આજે પણ અસમાનતા જોવા મળી રહી છે.
ટેક કંપનીનો CEO 10 મિનિટમાં જે કમાય છે તે ગૃહિણી અને કામ કરતી મહિલાની વાર્ષિક આવક જેટલા રુપિયા છે.