ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓએ ત્યાંના ૫૦ શહેરોમાં 5G નેટવર્ક નીશરૂઆત કરી દીધી છે. ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓ અનુક્રમે ચાઈના સેલ્યુલર, ચાઈનાટેલિકોમ, ચાઈનાયુનિકોમ કંપનીઓએત્યાંના મુખ્ય શહેરો બીજીંગ તેમજ શંઘાઈ સહિતના ૫૦ શહેરોમાં ૫ G નેટવર્ક ની શરૂઆત કરી દીધી છે.
આ 5G ઈન્ટરનેટ પ્લાનના ૧ મહિનાદીઠ ૧૨૮ યુઆન એટલેકે ૧,૨૯૦ રૂપિયા ચૂકવવાનાઆવે છે. ચીનમાં દુનિયાનું પહેલું 5G નેટવર્ક ઝેજિયાંગ પ્રાંતના વુઝેન શહેરમાં શરૂ કરવામાંઆવ્યું છે. વુઝેન શહેરના ખૂણે ખૂણે 5G નેટવર્ક પહોંચાડવામાંઆવ્યું છે. આ નેટવર્ક 5G ની તુલનામાં ૧૦૦૦ ગણુંવધુંતેજ છે. એટલુંતેજકે, ૮ GBની ફિલ્મ પણ ડાઉનલોડ કરવામાં ફક્ત છ સેકંડનો સમય લાગે છે.
એટલું જ નહીં, ચીનના સરકારી અધિકારીઓએ વુઝેન શહેરની પ્રસિદ્ધ નહેરોની સફાઈ માટે પણ ૫ય્થી સ્વચાલિત નૌકાઓને પણ ચાલુકરીદીધી છે. ઉપરાંત, ત્યાં ૫૦થી વધુ આવાં ઓટોમેટિક પ્રોજેક્ટ લાઈનમાં છે. જેમાં, સ્વચાલિત કારતેમજ વર્ચુઅલ ફિટીંગ રૂમનો સમાવેશ છે. વુઝેનનો ચીનીઅર્થ ‘ડાર્કટાઉન’ છે, જેનીઆબાદી ૧ લાખની છે. ચીની સરકારેઅહીં જ વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.
ચીની સરકારેઆવર્ષનાજૂન મહિનામાં જ 5G નેટવર્કને લીલીઝંડીઆપી દીધીહતી. ચીનના એમઆઈઆઈટી ના મંત્રી મિયાઓવેઈએ કહ્યું કે, ‘અત્યારે 5G નેટવર્ક અંતર્ગત ફક્ત ચાઈના ટેલિકોમ, ચાઈના મોબાઈલ, ચાઈનાયુનિકોમ તથા ચાઈનારેડિયો અને ટેલિવિઝન જ પોતાની સેવાઓઆપી રહ્યાં છે.‘
હુઆવૈની મદદથી ચીનના શંઘાઈ શહેરનું હોંગકિયાઓ રેલ્વેસ્ટેશન પહેલું 5G રેલ્વેસ્ટેશન બની રહ્યું છે. જે આવતાં વર્ષની શરૂઆતમાં જ 5G નેટવર્ક વાપરતું થઈ જશે.
આ જ વર્ષના મે મહિનામાં 5G સ્માર્ટ મોલ ખોલવામાંઆવ્યાં છે. જેમાં ફેસ રેકગ્નેશન કેમેરા, રોબોટ વગેરેનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીંના ૧૨ માળના લક્ઝરીએલ-મોલમાંતો 5G સંચાલિત ૩ડી ચશ્મા દ્વારા મૂવી જોવાનો આનંદ લઈ શકાય છે.
5G નેટવર્ક સ્થાપીને ચીન અટક્યું નથી. એનું લક્ષ્યતો અમેરિકા તેમજ પશ્ચિમી દેશોને પાછળ મૂકીને આગામી પેઢીની દૂરસંચાર ટેક્નોલોજીનું વૈશ્વિક નેતૃત્વ કરવાનું છે.
જી પ્રણાલીની શરૂઆત ૧૯૮૦માં મોબાઈલ ફોન સેવા સાથે જ શરૂ થઈ. જેમાં, એનાલોગ ડેટાનેફોન કોલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવતું હતું. વર્ષ ૧૯૯૮માં ૨જી નેટવર્ક આવ્યું. જેના થકી કોલ ઉપરાત ટેક્સ્ટ મેસેજની પણ આપ-લે થવા લાગી. તેમજ વર્ષ ૨૦૦૧માં ૩જીના આવવાથી મોબાઈલ ફોનમાં જ ઈન્ટરનેટ એક્સેસની સુવિધા પ્રાપ્ત થઈ ગઈ. વર્ષ ૨૦૦૮માં ૪જીના આગમનથી ઈન્ટરનેટ ફાસ્ટ એક્સેસ થવાથી ઓનલાઈન વિડીયો તેમજ ડેટા ઝડપથી ડાઉનલોડ થવામાં મદદ મળી.
ભારત પણ દુનિયાના દેશો સાથે હરણફાળ ભરવા તૈયાર છે. ભારતમાં ૫જી નેટવર્ક લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયાં છે. વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં 5G સ્પેક્ટ્રમ માટેની લીલામી શરૂ કરી દેશે. બહુ જ જલ્દી દેશના એક લાખ ગામ પણ ડિજીટલ બનીજશે. 5G સ્પેક્ટ્રમના ટેસ્ટીંગ માટેની તૈયારીઓ આવનારાં ૧૦૦ દિવસોમાં શરૂ કરી દેવાનું ભારતનું લક્ષ્ય છે.