ભાવનગરના સેંજળીયા ગામે ગાયનો કિસ્સો આવ્યો સામે, ગાય સતત 10 વર્ષથી આપી રહી છે દૂધ
પ્રાણીઓમાં જવલ્લેજ જોવા મળતી હોય છે. જેમાં હોર્મોન્સમાં સર્જાયેલા ફેરફારને લઈ બનતી ઘટના પાલીતાણાના સેંજળીયા ગામની સામે આવી છે. જેમાં એક ખેડૂતને ત્યાં એક ગાય કે જેને આજથી 10 વર્ષ પહેલા એક જ વાર વાછરડીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે આજદિન સુધી સળંગ દૂધ આપી રહી છે. આ બાબતે અનેકવાર ગાય માલિકે પશુ ડોકટરને બોલાવી તપાસ કરાવી હતી, પરંતુ કોઈ અસર જોવા જ ન મળી. જેને લઈને આજદિન સુધી તે ગાય રોજનું બે લીટર દૂધ આપી રહી છે.
પાલીતાણા તાલુકાનાં સેંજળીયા ગામે રહેતા વલ્લભભાઈ ગુજરાતી કે જે ખેડૂત પણ છે ઉપરાંત પોતાના ઘરે ભેંસ અને ગાય પણ રાખે છે. વલ્લભભાઈના ઘરે ગાય કે જેણે આજથી 10 વર્ષ પહેલાં એક વાછરડીને જન્મ આપ્યો હતો અને ત્યારથી આજદિન સુધી ગાય દૂધ આપી રહી છે. આ બાબતે ગાયના માલિકે અનેકવાર પશુ ડોકટરોને બોલાવી આ બાબતે તપાસ કરાવી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું ના હતું .આ બાબતે થોડા દિવસ પૂર્વે પાલીતાણાના પશુ ડોકટરને બોલાવી અને તપાસ કરાવી હતી. જેમાં આ કોઈ ચમત્કાર નથી પરંતુ ગાયના શરીરમાં સર્જાયેલી હોર્મોન્સના ફેરફારને લઈને આ ગાય સતત દૂધ આપી રહી હોવાનું જણાવ્યું હતું.
આ ગાય 10 વર્ષથી સળંગ દૂધ આપતી હોવાનાં કારણે ગાયના માલિક પરિવાર પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ ગાય વાછરડાને જન્મ આપ્યા બાદ દોઢ વર્ષ સુધી દૂધ આપતી હોય છે. ત્યારે તેમની આ ગાય 10 વર્ષથી દૂધ આપી રહી છે અને જેમાં છેલ્લા બે વર્ષથી બે લીટર દૂધ આપી રહી છે.
અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી જેમાં એક ગાય 15 વર્ષ સુધી દૂધ આપતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ એક હોર્મોન્સના કારણે અપવાદરૂપ કહી શકાય તેવી ઘટના માનવામાં આવી રહી છે.