સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ચાર માર્ગીય સાગર કાંઠા હાઈ-વે વારંવાર વિવાદમાં આવે છે. આ વખતે એક સાધુએ હાઈવેનું કામ અટકાવી દીધું છે તો હાઈવે સત્તામંડળે ખેડૂતોને પૈસા આપી જવા નોટિસ આપી છે.
દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીનના પૈસા પરત આપી જવા માટે રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળે ખેડૂતોને નોટિસ આપીને તેમને વળતર રૂપે ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં 12 ટકા વ્યાજ સાથે પરત કરવા જણાવ્યું છે.
બીજા એક બનાવમાં જુનાગઢ જિલ્લાના મજેવડી ગામના હનુમાન મંદિરના મહંત દ્વારા સોમનાથ અને ભાવનગરનો સાગર રાષ્ટ્રીય ધોરી માર્ગનું કામ અટકાવી દીધું છે. મંદિરની બે વિંઘા જમીન રાષ્ટ્રીય માર્ગમાં જતી રહી હતી. ત્યારે નવું મંદિર બનાવી આપવાની ખાતરી મંદિરના મહંતને આપવમાં આવી હતી. ત્યારે હાઈ-વે ઓથોરિટી દ્વારા હજુ સુધી નવું મંદિર ન બનાવી આપતા મહંત રોષે ભરાયા હતા.
સંપાદનની કામગીરી કરતા કંપનીના તમામ કર્મચારીઓને અને કંપનીના વાહનોને મંદિરના સ્થળેથી હાંકી કાઢ્યા હતા. મજેવડી હનુમાન મંદિરની જમીનના ખાતેદાર ન હોવાથી કંપની દ્વારા જમીનના પૈસા ચુકવવામાં આવ્યા ન હતા.