મોદી સરકારે કાશ્મીરમાં 370 અને 35-A નાબૂદ કરી દીધા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે. પાવનકારી શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે. ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મોહંમદે હાથ મિલાવ્યાં હોવાના ગુપ્તચર અહેવાલ ઠે.
જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે. હંમેશા આતંકીઓના હિટ લિસ્ટમાં રહેલ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવાઇ છે. મંદિરમાં 1 ડીવાયએસપી, ૩ પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ, 95 જીઆરડી, 2 બીડીએસ, 2 ડોગસ્કોડ, 1 એસઆરપી કંપની ગોઠવી દેવામાં આવી છે. મંદિર બહાર પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મંદિરની બહાર સ્થાનિ પોલીસ, એસઆરપી તથા ઘોડેસવાર પોલીસ પણ તૈનાત કરાયા છે. સોમનાથ મંદિરની સુરક્ષા અંગે સુરક્ષા અધિકારીઓ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.