અરવલ્લી જીલ્લામાં મોડાસા અને બાયડ નગરપાલિકા પાસે જ ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબદ્ધ હોવાથી જીલ્લાના અન્ય વિસ્તારોમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ના અભાવે ભારે નુકશાન ભોગવવાનો પ્રજાજનોએ આવે છે ભિલોડા નજીક માંકરોડા ગામ નજીક ખેતરમાં ખાનગી માલિકીના ઘાસચારાના ડેપોમાં અગમ્ય કારણોસર આગ લાગતા લોકો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ નિષ્ફ્ળ રહેતા ડેપો માં રહેલો ઘાસચારો બળીને ખાખ થતા ખેડૂત પર આભ તૂટી પડ્યું હતું ગોડાઉનમાં લાગેલી આગે અનેક રહસ્યો સર્જ્યા હતા.
ભિલોડાના માંકરોડા ગામના ભવાનભાઈ પટેલ ખેડૂત હોવાની સાથે પશુપાલનના વ્યવસાય સાથે સાંકળયેલા હોવાથી તેમના ખેતરમાં પશુઓ માટે ઘાસચારો સંગ્રહ કરવા ગોડાઉન બનાવ્યું છે જેમાં અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા ખેડૂત સહીત સ્થાનિક લોકો ખેતરમાં પહોંચી ગયા હતા અને લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધર્યા હતા ઘાસચારો સૂકો હોવાથી થોડીક જ મિનિટોમાં ઘાસચારો આગમાં ખાખ થતા ૨ લાખથી વધુ રૂપિયાનું નુકશાન થતા ખેડૂતની હાલત કફોડી બની હતી.
ભિલોડા તાલુકા મથકે ફાયર સ્ટેશન ફાળવવામાં આવેની માંગ તાલુકા વાસીઓમાં પ્રબળ બની છે.