ગુજરાત સરકાર સંવેદનશીલ હોવાનો દાવો કરીને પોતાને સીએમ(ચીફ મિનિસ્ટર) નહીં પરંતું કોમન મેન(સીએમ) તરીકે ઓળખાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કારણે ભુજમાં સામાન્ય માણસો હેરાન થયી ગયા હતાં. ભુજમાં લોકસભાની ચૂંટણી માટે રૂપાણી કચ્છનાં ઉમેદવારનું ફોર્મ ભરાવવા આવ્યાં હોવાને કારણે કલેકટર કચેરી-જીલ્લા સેવા સદનનાં દરવાજા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં.
ભુજ ખાતે કલેકટર કચેરી ખાતે ગુજરાતનાં સીએમ રૂપાણી આવતાં હોવાને લીધે સોમવાર સવારથી જ બંધ કરી દેવામાં આવી હતી. એક ડીવાયએસપીનાં અધિકારીના કાફલાને કચેરીનાં મેઈન ગેટ ઉપર તૈનાત કરી દેવામાં આવયો હતો. લોકોને કોઇપણ કામ હોય તો પણ અંદર જવા દેવામાં આવતા ના હતા. કચ્છમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે અને જીલ્લાનાં દુર દુરનાં તાલુકાઓમાંથી લોકો હેરાન થયીને ભુજ કલેકટર કચેરીમાં પોતાનુ કામ કઢાવવા આવ્યા ત્યારે સીએમની હાજરીને લીધે તેમને પાછા ફરવું પડયું હતુ.
કલેકટર કચેરી બંધ કરી દેવા અંગે કચ્છનાં કલેકટર રેમયા મોહનનો સંપર્ક કરતા તેઓ પણ સીએમની કલેકટર કચેરીની મુલાકાતને પગલે વ્યસ્ત થયી ગયા હતાં અને જવાબ આપ્યો ના હતો.