ભૂગર્ભ જળની સ્થિતિ સુધારવા 11 લાખ ઘન મીટર માટી ખોદી વરસાદી પાણી જમીનમાં ઉતારાયું

શહેર અને શહેરની આસપાસ ૨૦૧૯માં 11 લાખ ઘન મીટર માટી ખોદી કાઢીને ૩૮.૩૮ મીલીયન ક્યુબીક ફીટ – એમ.સી.એફ.ટીના પાણી ભરવાના સ્થળો બનાવતાં એટલો પાણીનો ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.

અમદાવાદ શહેરમાં ભરપુર વરસાદથી 45 તળાવ અને રીચાર્જ કુવાઓમાં ભૂગર્ભ પાણી ઉતરતાં બોરથી પાણી પીતા અનેક વિસ્તારોમાં રાહત મળી છે. વળી અમદાવાદ આસપાસ જિલ્લામાં સારો વરસાદ થતાં સરકારે બનાવેલા ૩૪૧ તળાવો અને ખેત તલાવમાં ભરપુર પાણી ભરાયા છે. ભૂગર્ભમાં પાણી ઉતર્યા છે.  આમ કુલ મળીને 453 પાણી સંગ્રહના કામોથી ભૂગર્ભ જળ તાજા થયા છે.

મેઘની મહેરબાની થતાં અમપા અને સરકારે ૯,૩૫,૮૮૯ ઘન મીટર માટી ખોદીને બનાવેલા પાણી સંગ્રહના સ્થાનો ૨૦ ખેત તલાવડી, ૨૭ તળાવો ૨,૨૩૯ ઘન મી. માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં કુલ ૬૫ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરાઇ છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કુલ ૪૪ કામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ, પાણીની ટાંકીની સાફ-સફાઇ, ડ્રેનજ લાઇની સાફ-સફાઇ તથા બોર રીચાર્જ સ્ક્રીમ, નહેરોની સાફસફાઇ, કાંસની સાફ સફાઇ, એચ.આર અને સી.આર ગેટની મરામત, સાબરમતી નદીની સાફ સફાઇ વગેરે કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.