પંચમહાલ લોકસભામાં ગોધરામાં રોડ-શો યોજી ફોર્મ ભરવા જતા ભાજપના આયાતી ઉમેદવાર રતનસિંહ રાઠોડની કાર રસ્તામાં જ ખોટવાતા તેઓ બપોરે 12-39નું વિજય મુર્હત સાચવી શક્યા નહોતા. ખુલ્લી જીપ બંધ પડતા એક તબક્કે ભાજપના કાર્યકરોએ તેને ધક્કા મારવા પડ્યા હતા. ધક્કા ગાડી ન ચાલતાં ભાજપમાંથી ઉમેદવાવારી ફોર્મ લઈને નિકળેલા રતનસિંહ રાઠોડે જીપમાંથી નીચે ઉતરી જવું પડ્યું હતું.
જીપમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચૂડાસમા અને પંચાયત મંત્રી જયદ્વથ પરમાર હતા. તેઓ છોભીલા પડી ગયા હતા. આ બ્નનેએ પણ રાઠોડની બંધ પડેલી જીપ છોડીને નીચે ઉતરી જવું પડ્યું હતું.
પગપાળા થોડાક પગલા ચાલ્યા બાદ ત્રણેય નેતાઓ થાકી ગયા હતા અને બીજી કાર મંગાવી તેમાં બેસી ગયા હતા. બેંડવાજા સાથેનો રોડ- શો ફટાફટ પૂરો કરવો પડયો હતો. ગોધરા કલેક્ટર કચેરીએ જઈને ઉમેદવારી નોંધાવી પડી હતી.
કોંગ્રેસી મુળના રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયાના સવા વર્ષમાં જ ભાજપે પંચમહાલ લોકસભાની ટિકિટ આપતા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો કાર ખોટવાઈ પડવાનો સીન જોઈને તેમને હાર-જીતની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના આયાતી ઉમેદવારોથી કાર્યકરો ભાજપથી ખૂશ નથી.
લુણાવાડાના મુળ કોંગ્રેસના અને અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ભાજપે આયાતી તરીકે ટીકીટ આપી છે. તેઓ 1 એપ્રિલ 2019માં વિજય મુહુર્તમાં રતનસિંહ રાઠોડ, ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા., તેમજ ભાર્ગવ ભટ્ટ, પ્રભાતસિંહ ચૌહાણ, પરાક્રમ જાડેજા, મંત્રી જયદ્રથ સિંહ પરમાર, તેમજ તમામ ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાનો સાથે રહી ભવ્ય રોડ શો યોજી પંચમહાલ જીલ્લાના કલેકટર ઉદિત અગ્રવાલને પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરીને જમા કર્યું હતું.
57 વર્ષના રતનસિંહ રાઠોડ ઓબીસી ઉમેદવાર છે. તેની રાજકીય કારકિર્દી ની શરૂઆત પંચાયતના કોંગ્રેસના સભ્યથી થઈ હતી. 15 વર્ષ સુધી પંચાયતના સભ્ય ચૂંટાયા હતા. 10 વર્ષ સરપંચ રહ્યા હતા. વિધાનસભાની ટિકિટ 2017માં કોંગ્રેસે ન આપતાં તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસમાંથી બળવાખોરી કરતાં તેમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં પણ આવ્યા હતા. ચૂંટાયા હતા અને ભાજપને ટેકો જાહેર કર્યો હતો. ભાજપના તમામ કાર્યક્રમોમાં રતનસિંહ હાજર રહેતા આવ્યા હતા. તેનો બદલો ભાજપે તેને ટિકિટ આપીને ચૂકવ્યો છે. લુણાવાડાના લકડીપોયડા ગામની શાળામાં આચાર્ય છે. મહિસાગર જિલ્લા પંચાયતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કોંગ્રેસમાં રહી મહીસાગર જિલ્લાના શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા હતા.
રતનસિંહ રાઠોડ વર્ષ 1985 થી 1995 સુધી લુણાવાડા તાલુકાના લકડી પોયડા ગામે અપક્ષમાંથી ચૂંટાઈને સરપંચ તરીકે રહી ચુક્યા છે. ત્યારબાદ 1995 થી ત્રણવાર જિલ્લા પંચાયત સભ્ય પણ રહી ચુક્યા છે. જે પૈકી મહીસાગર જિલ્લાની વરધરી જિલ્લા પંચાયત સીટ પર અપક્ષમાંથી ચૂંટાઈને જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે.
ઉંદરા અને ભલાણા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસમાંથી ચૂંટાઈને જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. ગત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક પર અપક્ષમાંથી ઉમેદવારી કરી વિજેતા બન્યા હતા જેમાં કુલ રતનસિંહ રાઠોડને 55 હજાર 98 વોટ મળ્યા હતા અને 3 હજાર 200 વોટની લીડથી વિજેતા બન્યા હતા.
પંચમહાલ લોકસભાની વિધાનસભા મત વિસ્તારોમાં ગોધરા, કાલોલ, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, બાલાસિનોર અને ઠાસરાનો સમાવેશ થાય છે. ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને પડતા મૂકી આયાતી ઉમેદવારને ટિકિટ આપતાં ભાજપમાં અસંતોષ હોવા મળે છે.