ભૂવા અને ધર્મગુરુઓએ અંધશ્રદ્ધા સામે આંદોલન શરૂ કર્યું

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 11 દિવસમાં અંધશ્રદ્ધામાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા અંધશ્રદ્ધા સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત આજે ભૂવા અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ફેલાય અને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી. લોકોમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે પગલાં હાથ ધર્યાં છે. આવું ઘણાં લાંબા સમય પક્ષી સમાજ સુધારાનું કામ શરૂ થયું છે. જેની અસર સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડી રહી છે. ચોટલી કાપવા, વરઘોડા કાઢવા, બાળકોને ઉઠાવી જવાની ગેંગ જેવી ઘટનાઓ ઉત્તર ગુજરાતમાં ફેલાઈ હતી. જે ગુજરાતની હિંદુવાદી અને જૈનવાદી સરકાર દૂર કરી શકી નથી. હવે લોકો પોતે અને ધર્મના રક્ષક લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કામ શરૂ કરી રહ્યાં છે.

જેણે 9 હજાર ધુતારાને પકડી પાડ્યા

9 હજાર કર્મકાંડી, જ્યોતિષ, શરીર ભોગવતાં સાધુ અને મૌલવીઓ, ધર્મના ધુતારાને ખુલ્લા પાડ્યા છે. આવું સમાજ સુધારાનું કામ દેશમાં આજ સુધી કોઈએ કર્યું નથી. વિજ્ઞાન જાથા સંસ્થાના સ્થાપક જયંત પંડ્યાએ ગુજરાત ભરમાં ભુવા, ભરાડી, ધુતારા, કર્મકાંડીઓ સામે લડી રહીને ખુલ્લા પડ્યા હતા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર કર્મકાંડી ધુતારાઓએ ફેબ્રુઆરી 2018માં હીચકારો હુમલો કર્યો હતો. તે અગાઉ તેમના પર ધમકી આપતા 10 હજારથી વધું ફોન આવ્યા હતા. જયંત પંડ્યા પર અનેક વખત હુમલા થયા છે. તેમણે 9 હજાર મેલી મુરાદ ધરાવતાં ઢોંગી અને ધૂતારાને ખુલ્લા પાડ્યા છે. તેમના પર કર્મકાંડી બ્રાહ્મણોએ રાજ્યમાં ઉહાપોહ મચાવી દીધો હતો. જે ધુતારાઓને પકડીને સમાજ સુધારાનું કામ કરતાં હતા તેમને છેલ્લાં એક વર્ષથી કર્મકાંડીઓએ ચૂપ કરી દીધા છે. પંડ્યા હવે આવા ધુતારાઓને પકડતા નથી. પણ તેમનું કામ હવે સમાજે ઉપાડી લીધું છે.

ટીવી ચેનલો અને છાપાં જવાબદાર

છેલ્લા ઘણા સમયથી તમામ પ્રકારનાના મીડિયાનું નિરિક્ષણ કરતા એવું લાગી રહ્યું છે કે, આ દેશનું મીડિયા યુવાનો તથા બાળકોને માનસિક ગુલામ બનાવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. સમાજ ચિંતક રાકેશ પ્રિયદર્શી કહે છે કે, રોજ સવારે કોઈ પણ ટેલિવિઝન ચેનલ ચાલુ કરીને જોશો તો ખબર પડશે કે લોકોને અધાર્મિક લોકો દ્વારા માનસિક ગુલામ બનાવી રાખવાનું ષડયંત્ર કેટલું પૂર જોશ માં ચાલી રહ્યું છે. ટેલિવિઝન પર અભણ બાવાઓના ભાષણ આવે છે.

આજની ટેકનોલોજીની વસ્તુઓની શોધ ભારત સિવાયના દેશોએ કરી છે. શ્રદ્ધા એ અંધ શ્રદ્ધાનું રૂપાળું નામ છે, આંખો બંધ કરીને પ્રાર્થના કરો કે પંખો ચાલુ થાય, એ શક્ય બને ખરું?  એના માટે તો સ્વિચ દબાવવી પડે. આકાશગંગામા રહેલા ગ્રહ અહીંથી હજ્જારો કિલોમીટર દૂર છે, એને હાથમાં પહેરવાથી કોઈ ફાયદો ના થાય. કાચબાની વીંટી જો હાથમાં પહેરવાથી પૈસા આવતા હોય તો આ દેશમાં કોઈ ગરીબ ના રહે. મુહૂર્ત જોવાથી જો સારા જ કામ થતાં હોય તો કોઈના છૂટાછેડા ના થાય અને કોઈ પણ વાહનોને અકસ્માત પણ ના નડે. આ બધો એક પ્રકારે ધંધો બની ગયો છે. દોરા-ધાગા કે તાવીજ બનાવી આપનારા ભૂવા કે તાંત્રિકોના કરતૂતો રોજ સમાચારમાં આવે છે. આશારામ, જેવા અનેક કહેવાતાં એવા ધર્મ ગુરુઓ કે સંપ્રદાયના વડા જેલ પાછળ ધકેલાઈ રહ્યા છે.

તાંત્રિક વિધિમાં 700 લોકો છેતરાયા

રાજકોટના માલીયાસણ ગામે તાંત્રિકવિધિ કરતા એક ભૂવાને વિજ્ઞાનજાથા અને પોલીસે પૈસા પડાવતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ ભૂવાના ધતિંગ વિશે વાત કરવામાં આવે તો લોકોના કામ કરાવી આપવા માટે અને તેમના દુ:ખ-દર્દ મટાડી આપવાના બહાને લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી તેમની પાસેથી 1,000થી લઈને 31,000 રૂપિયા સુધીના પૈસા પડાવી લેતો હતો. આ બાબતે વિજ્ઞાનજાથાને જાણ થતા તેઓએ આ ભૂવા પર સતત બે મહિના સુધી વોચ રાખી હતી અને ભૂવાના વિરુદ્ધ તમામ પુરાવાઓ એકઠા કરીને એક છટકું ગોઠવીને લોકો પાસેથી પૈસા પડાવી લેતા ભૂવાને રંગે હાથે ઝડપી લીધો હતો. જેણે 700 જેટલા લોકોને આ ભૂવા ફસાવ્યા છે. તે દાણા જોવાનું કામ કરતો હતો.

ભૂદેવોનો વિરોધ કેમ

દોરાધાગા અને અંધશ્રદ્ધા ફેલાવતાં તત્વો સામે કામ કરતાં વિજ્ઞાન જાથાના પંડ્યાની પ્રવૃત્તિ બંધ થાય તે માટે રાજકોટમાં બ્રાહ્મણોએ દેખાવો કરી આંદોલન કર્યું હતું. જામનગરની એક ઘટનાને આગળ ધરીને દેશની અંધશ્રદ્ધા દૂર કરવા માટે ધૂતારાઓને પકડવા કામ કરતી સંસ્થા સામે 500થી વધુ ભૂદેવો દ્વારા સમસ્ત કર્મકાંડ જયોતિષ વિજ્ઞાન, શ્રી હરધવન સેવા મંડળ, બ્રહ્મવિદ પરીષદ તથા સમસ્ત કર્મકાંડ એસો.ના નેજા હેઠળ રાજકોટ કલેકટર કચેરીએ જઈને અંધશ્રદ્ધા માટે કામ કરતી દેશની સૌથી મજબૂત સંસ્થાના સ્થાપક જયંત પંડ્યા વિરૂદ્ધ રજૂઆત કરી હતી. સભાઓ કરી હતી, રેલી અને આંદોલનો કર્યા હતા. પંડ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે એવો આરોપ મૂક્યો હતો. દોરા-ધાગાના ધતીંગ બંધ કરવાના નામે નિર્દોષ કર્મકાંડી બ્રાહ્મણો તેમજ હિન્દુ ધર્મના મંદિરના સંચાલકોને પંડ્યા પરેશાન કરે છે, એવો આરોપ લગાવ્યો હતો. તેઓ કાળો કોપ પહેરીને ફરિયાદ કરવામદલિત સમાજના લોકોને સાથે રાખે છે. એવો આરોપ મૂક્યો હતો. વર્ગવિગ્રહ ઊભો કરે છે. બ્રાહ્મણોએ દોરા-ધાગા કે તેવી પ્રવૃતિ કરી સમાજમાં દુષણ ફેલાવતા તત્વોને બંધ કરાવવા જોઇએ, એવું જાહેર કર્યું હતું.

રાખ પીવડાવતાં હતા

જામનગરમાં છેલ્લાં 20 વર્ષથી લોકોને રાખ પીવડાવવાના બહાને લૂંટતો, પાણી મંત્રવું, મંત્ર, જાપ, હોમ, હવન, પિતૃદોષ, નડતર, નંગ, યંત્ર આપીને તેના રૂપિયા ખંખરી લોકોને છેતરી રહેલો ઢોંગી ઠગ જ્યોતિષ હિતેષ લાભશંકર જોષી બ્રાહમણ પકડાતાં તેના બચાવ માટે સમાજ મેદાને આવ્યો હતો. આવી એકતા તો હરેન પંડ્યાની હત્યા સમયે પણ બતાવી ન હતી. 9 હજારથી વધારે ઠગ પકડી પાડનારને સન્માનવાના બદલે ગાંધીનગર સુધી પહોંચી ગયા છે અને સમાજની શ્રેષ્ઠ સંસ્થા વિજ્ઞાન જાથા સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ સરકારને જાણ કરવી પડી હતી કે તેમના જીવનું જોખમ છે, હત્યા થઈ શકે છે. તેમ જ થયું તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યોતિષ ભટ્ટને બચાવવા માટે પત્રકાર, પોલીસ અને સમાજ દબાણ કરતાં હતા.

સરકાર અંધશ્રદ્ધા ફેલાવે છે

ભાજપના બે ટોચના નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને આત્મારામ પરમારે પોતાને ચૂંટણી જીતાડવા માટે ભૂવા અને ભરાડીઓનું સન્માન કરીને મતની ભીખ માગી હતી. ભૂપેન્દ્રસિંહને ભૂવાએ તો ન જીતાડી આપ્યા પણ સરકારના એક અધિકારીએ 327 મત અપાવીને જીતાડી આપ્યા હતા. અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનાર ભૂપેન્દ્રસિંહ પોતે હવે શિક્ષણ વિભાગના પ્રધાન બન્યા છે. જે અંધશ્રદ્ધા ફેલાવતાં હોય તે ગુજરાતના શિક્ષણ પ્રધાન બન્યા છે. ગુજરાતના લોકો જ હવે અંધશ્રધ્ધા સામે લડાઈ લડી રહ્યાં છે.

youtube.com
dainikbhaskar.com