પુરાણોમાં ભૃગુઋષિ ભરૂચ તરફ નર્મદા નદીને લાવ્યા હોવાની માન્યતા છે. પણ ભાજપે ભરૂચની નર્મદા નદીને સુકવી નાંખીને વિલુપ્ત કરાવી દીધી છે. નર્મદા બચાનો ભરૂચ બચાવોનું, હવે ફરી એક વખત આંદોલન શરૂ થવાનું છે.
ચોમાસા બાદ પુનઃ નર્મદા નદી માં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. નર્મદા નદીને પુનઃ ભરૂચ શહેરના કિનારે લાવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને નર્મદા જયંતિ સુધી માં કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉનાળા દરમ્યાન સૂકી ભથ્થ બનેલ નર્મદા નદી ચોમાસા દરમ્યાન સરદાર સરોવર ઓવરફ્લો થતા બે કાંઠે વહેતી થઈ હતી. જો કે
બીજી બાજુ નર્મદા નદી ને ફરી ભરૂચ ના કિનારે લાવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર કલેકટરને પાઠવી નર્મદા નદીના વહેણને ભરૂચ શહેર તરફ વાળવા માટે મકતમપુરથી ગોલ્ડન બ્રિજથી તાડીયા બાવાજમન સુધી નર્મદા નદીના પાણી અવર જવર માટેની પ્રાકૃતિક વહેણની કેનાલ બનાવવાની માંગણી કરી કરી છે.
નર્મદા નદીને ભરૂચ શહેર તરફ વાળવાથી નર્મદા નદીમાં જે ૮થી ૧૦ કિલોમીટર લાંબો અને ૧થી ૨ પહોળો બેટ બનેલો છે તેને ધીરે ધીરે ધોવાણથી દુર કરી શકાશે અને અંકલેશ્વર તરફના ગામડા ના ખેડૂતોની મહામૂલી ખેતીની જમીનોનું ધોવાણ પણ અટકશે તથા ૧૬૨ કિલોમીટર નર્મદા નદી ઉપર ગુજરાતમાં ક્યાંય મોટા ઘાટ નથી તેથી નર્મદા નદી પર મોટા ઘાટ બનાવી શકાશે.
નર્મદા જયંતિ પહેલી ફેબ્રુઆરીના રોજ હોય ત્યાં સુધીમાં આ અંગેની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
ગુજરાતી
English



