6 લોકસભા બેઠકના મત ભાજપને મળે તે માટે શંકરસિંહ અને હાર્દિકનો ઊંટ તરીકે ઉપયોગ ?  

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી અને લોકસભાની 2014ની ચૂંટણીના મતોની લોકસભા બેઠક પ્રમાણે સરખામણી કરવામાં આવે તો 10 બેઠકો પર કોંગ્રેસને વધું મત મળેલા છે. આ 10 બેઠક પરની 6 બેઠક એવી છે કે જ્યાં હાર્દિક પટેલની સીધી અસર જોવા મળે છે. 2017 કરતાં પણ 2018માં ખરાબ સ્થિતી ભાજપની છે. 2019 સુધી તેમાં કોઈ સુધારો કરવાની ક્ષમતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે ગુજરાત ભાજપના નેતાઓની નથી. તેથી 2019માં સ્થિતી વધું ખરાબ થવાની છે. તેથી ભાજપે હાર્દિક પટેલની અસરથી ફરી એક વખત કોંગ્રેસ તરફી મત ન જાય તે માટે હવે જનવિકલ્પના સ્થાને NCPને આગળ કરીને કોંગ્રેસ તરફી મત જતાં રોકવા ભાજપે પ્રયાસ કર્યા છે. ગઈ વખતે જનવિકસ્પને રૂ.250 કરોડ આપવા માટે રાજકીય નેતાઓએ વચનો આપ્યા હતા. તેમ છતાં તે કોંગ્રેસ તરફી મતો જતાં રોકી શકાયા ન હતા. હવે જો 2019માં ભાજપે ચૂંટણી જીતવી હોય તો ભાજપથી નારાજ કોંગ્રેસ તરફે જતાં મતો રોકી દેવામાં આવે તો જ ભાજપને આ વખતે 26 બેઠકો જીતવી શક્ય બને તેમ છે તેથી ભાજપ આડકતરી રીતે હાર્દિક પટેલને NCP તરફી જવા મજબૂર કરી રહ્યો છે. હંમેશની જેમ અહેમદ પટેલ પણ તેમાં ચોક્કસ મદદ કરશે એવી આશા દિલ્હી ભાજપના નેતાઓને છે. શંકરસિંહ વાઘેલા પણ અહેમદ પટેલને ભરૂચમાં મલ્યા હતા.

આ કારણોસર આગામી 2019ની લોકસભાની ચૂંટણી જીતવી મુશ્કેલ છે.

વિધાનસભાની ચૂંટણીમાં ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી જિલ્લામાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. વળી, કોંગ્રેસે પાટીદાર પ્રભાવિત જૂનાગઢ, પાટણ, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, જામનગર, ગાંધીનગર, સાબરકાંઠામાં સારો દેખાવ કર્યો છે. જ્યાં હાર્દિક પટેલનો પ્રભાવ ઓછો કરવા માટે ભાજપની છૂપી ચાલનો ભોગ તે બની રહ્યાં છે.

ભાજપના શહેરોને તો સાચવી શકાયો છે પણ ગામડાઓમાં તેમનું વ્યાપક ધોવાણ થયું છે. જેની સીધી અસર ખાળવા માટે શંકરસિંહ અને હાર્દિકનો ઉંટ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. શંકરસિંહની કારકિર્દી તો ખતમ થઈ ગઈ છે, પણ હવે હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દી ખતમ થઈ રહી છે.

વિધાનસભા અને લોકસભાની મતોની સરખામણી અહીં આપવામાં આવી છે જ્યાં ભાજપનું લોકસભામાં ધોવાણ થયું છે.

લોકસભા બેઠક           2014 લોકસભા  2017 વિધાનસભા કોંગ્રેસની લીડ

અમરેલી                 1,56,232          49,649

જૂનાગઢ                  1,35,932        1,14,742

મહેસાણા                 2,08,891          13,066

પાટણ                    1,38,718          37,605

સાબરકાંઠા               84,455               7,128

સુરેન્દ્રનગર              2,02,907          43,069

બનાસકાંઠા               2,02,334          26,556

આણંદ                   63,426             59,214

ભરૃચ                    1,53,273           123

આમ સ્પષ્ટ જણાય છે કે પ્રથમ 6 બેઠકો પર હાર્દિક પટેલની અસર છે, જ્યાં પાટીદારોના મત વધારે છે. તેથી ભાજપ આ બેઠકો કોઈ પણ રીતે જીતવા માટે ગમે તે કરી શકે છે. તે માટે બે મહિના પહેલાંથી જ આ પ્લાન બની ગયો હતો. હવે તેનો અમલ શરૂ થયો છે.