દાહોદમાં રૂ.65 લાખની લાંચ માગવાના કેસમાં દાહોદ અદાલતે તત્કાલીન આવકવેરા અધિકારી દિનેશ મીણાને 4 વર્ષ કારાવાસ ધકેલી દેવામાં આવ્યો છે. 9 માર્ચ 2017માં દાહોદ, મહીસાગર અને પંચમહાલ ઉપરાંત વડોદરાની આઇટી વિભાગની ટુકડીઓએ નોટ બંધી દરમિયાન થયેલા નાંણાકીય વ્યવહારોને પગલે રણછોડરાય પેટ્રોલિયમ પર દિનેશ લખનલાલ મીણાની ટુકડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે મહેશ મોરીને ત્યાંથી રૂ.7 કરોડ પકડાયા હતા. હતુ. આ સર્ચ દરમિયાન રૂ.7 કરોડનુ કાળુ નાળુ ઝડપાયુ હતુ.
જેમાં પકડાયેલા દસ્તાવેજો બતાવી રૂ.65 લાખની લાંચની માંગણી કરી હતી. પ્રથમ હપ્તાના રૂ.7 લાખ આપી દીધા હતા. બીજા હપ્તાના રૂ.8 લાખ આપતી વખતે એસીબીની ટીમ ત્રાટકી હતી ત્યારે આઇટી ઓફિસર અને તેનો મળતિયો નાંણા લઇ ફરાર થઇ ગયા હતા પણ તેમનો ચાર્ટડ એકાઉન્ટન્ટ ઝડપાઇ ગયો હતો. જતાં ત્રણેય સામે દાહોદની કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં આવકવેરા અધિકારીને 4 વર્ષની તથા બીજા બેને 3 વર્ષની સજા ફટકારી હતી.
ફરિયાદી મહેશ મોરી અને તેમના પિતા નક્કી થયા પ્રમાણે આઇટી ઓફિસમાં પહોંચ્યા હતા. ત્યારે દિનેશ મીણા અને તેમના મળતિયા રૂ.8 લાખ લઇ ફરાર થઇ ગયા પરંતુ આ પ્રકિયામાં વચ્ચે રહેલા સીએ ભરતકુમાર અગ્રવાલ ઝડપાઇ ગયો હતો. સીએ ભરત અગ્રવાલ સામે ગુના નોંધ્યો હતો.
5 મહિના પછી દિનેશ મીણાએ દાહોદ અદાલતની શરણે આવ્યો હતો. ખટલાનો ચુકાદો આવતાં દિનેશ મીણાને 4 વર્ષ અને રૂ.5 હજાર દંડ તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરત અગ્રવાલ અને આઇ.ટી ઓફિસર મીણાના મળતિયા લક્ષ્મીનારાયણ રામજીલાલ મીણાને દરેકને ભ્રષ્ટાચાર નિવારણના કાયદા પ્રમાણે 3 વર્ષની કેદ અને દરેકને રૂ.5 હજારનો દંડ ફટકારાયો હતો.