ભ્રષ્ટ કારકુનની કરોડોની મિલકતો શોધવા લોકોને પોલીસે અપીલ કરી

ભરૂચ નગરપાલિકાના કારકુન ચેતન બાબુ મોદી રૂ.૨૫૦૦ની લાંચ લેતા પકડાઈ ગયો હતો. આ કેસના સાક્ષી-પુરાવાને નુકશાન કરે અથવા તો કરાવે તેવી પ્રબળ શકયતા રહેતી હોવાથી આરોપીને અન્ય જગ્યા બદલી કરવા માટે માટે લખાણ કરવામાં આવેલું હતું.

બાદ ભરૂચ નગરપાલિકાના મહેકમ ઉપર નિમણૂક પામેલ ન હોય. આરોપી તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક ફિકસ પગારથી ફરજ બજાવતા હતા. જેથી ભરૂચ નગર પાલિકા ના મુખ્ય અધિકારી સંજય સોનીએ ૩૦/૧૨/૨૦૧૯ ના રોજ  ભરૂચ નગર પાલિકાની તમામ કામગીરી માંથી બરતરફ કરતો હુકમ કરવામાં આવેલ છે.

આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઈ સરકારી અધિકારી અને કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો જેવી કે ખેતીની જમીન,પ્લોટ, મકાન,ઓફીસ-દુકાન,વાહન, બેન્ક લોકર,બેન્ક એકાઉન્ટ વગેરે તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલી છે. તેવા ઈસમોની સચોટ અને વિસ્તૃત માહિતી તથા તે બાબતે તેઓની મિલ્કતો , બંગ્લોઝ, લક્ઝુરિયસ કાર અંગેના ફોટોગ્રાફ મેળવી અને એસીબી કચેરીના ફોનનં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ અથવા ફેક્સ નંઃ૦૭૯-૨૨૮૬૬૭૨૨, વોટ્‌સએપ નંબર ૯૦૯૯૯૧૧૦૫૫,ટોલ ફ્રી નંબર ૧૦૬૪ તથા રૂબરૂ પણ સંપર્ક કરવા તથા ઝ્રડ્ઢ દ્વારા અથવા પેનડ્રાઈવ માં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.