મંદીના કારણે 30 હજાર કરોડ વેરા બાકી

ગુજરાતમાં 50,435 જેટલા ઔદ્યોગિક એકમો પાસેથી સેલ ટેક્સ, વેટ અને જીએસટીના વેરા વસૂલવાના બાકી છે. રૂા. 10 લાખથી વધુની રકમવાળા 6,376 એકમો પાસેથી વેટ, જીએસટી પેટે રૂા. 29,584 કરોડના બાકી લેણાં વસૂલવાના બાકી છે. ઉદ્યોગોમાં મંદી હોવાથી તેઓ વેરા ભરી શકતા ન હોવાનું ઉદ્યોગો માની રહ્યાં છે.

જેમાં કચ્છના 640 એકમના રૂા. 4569.64 કરોડ સામેલ છે. સુરતના 841 એકમોના રૂા. 4250.70 કરોડ, વડોદરાના 696 એકમોના રૂા. 6341.24, મોરબીના 693 એકમોના રૂા. 2766.51 કરોડ, કચ્છના 640 એકમોના રૂા. 4569.64 કરોડ, રાજકોટના 545 એકમોના રૂા. 1056.73 કરોડનો સમાવેશ થાય છે.

જ્યારે સૌથી ઓછા એકમો નર્મદા અને મહિસાગરમાં અનુક્રમે 1 અને 2 ઔદ્યોગિક ગૃહો પાસેથી રૂા. 2.11 કરોડ અને રૂા. 1.13 કરોડની રકમ વેરાપેટે બાકી નીકળે છે. એક બાજુ રાજ્ય સરકાર તેના વાર્ષિક બજેટમાં જીએસટીની આવક રૂા. 42 હજાર કરોડથી લઇને રૂા. 48 હજાર કરોડ આંકતી હોય છે ત્યારે આવા 10 લાખથી વધુ રકમના બાકી વેરા નીકળતા ઔદ્યોગિક એકમોની લેણી રકમ રૂા. 29,584 કરોડ થાય છે અર્થાત્ જે લક્ષ્યાંક સરકાર જીએસટીની આવકનો અંદાજ મૂકે છે તેના 60 ટકાથી વધુ રકમ તો આવી કંપનીઓ પાસેથી સરકારને લેવાની બાકી નીકળે છે.

તેથી સરકારે વેરા સમાધાન યોજના જાહેર કરવી પડી છે. વેરાની પૂરેપૂરી રકમ ભરવામાં આવશે તો વ્યાજ અને દંડ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. જે વેપારીએ આ યોજના દાખલ થઈ તે પહેલાં બાકી માગણા પેટે આંશિક રકમ ભરેલ હોય તેવા કેસોમાં આ યોજના હેઠળ ભરવાપાત્ર વેરાની રકમના મહત્તમ ૫૦%ની મર્યાદામાં ભરેલ આંશિક રકમનું વધારાનું રેમિશન અપાશે.

બીજી બાજું સરકાર દરેક ઘરમાં નળ યોજના હેઠળ રૂ.20 હજાર કરોડ ખર્ચ કરી રહી છે.