મંદીમાં ડૂબેલું ગુજરાત આવતા વર્ષોમાં વધુ ડૂબશે

ગુજરાત હંમેશ વેપારમાં તેજી મેળવીને વેપાર કરતું રાજ્ય રહેતું આવ્યું છે. વાઇબન્ટ ગુજરાતના નામે છબી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આર્થિક સ્થિતી ખરાબ બની રહી છે. કાપડ ઉદ્યોગ , હિરા ઉદ્યોગ અન રેડીમેઇડ ગારમેન્ટ ઉદ્યોગ અત્યંત ખરાબ સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. વેપાર ઠપ્પ થવાના કારણે આર્થિક મંદી ઊદભવી છે અને લોકો બેકારીનો સામનો કરી રહ્યાં છે. આ ઉદ્યોગોની સીધી અસર હવે સમગ્ર ગુજરાતના અર્થતંત્ર પર પડવાની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર – 2નું પુનરાગમન થવા સાથે અર્થતંત્ર ધબકારા ધીમા પડી ગયા છે.

કાપડ ઊદ્યોગ મંદીમાં

અમદાવાદ જીનિંગ મિલ એસોસિએશને તેના કુલ ઉત્પાદનમાં પંદર ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો જેની સીધી અસર રોજગારી અને આ ઉદ્યોગ ઉપર પડી રહી છે. કોટન યાર્નની નિકાસ ઘટીને 22 ટકા ઉપર પહોંચી છે. બજારમાં નાણાની તંગીથી ગારમેન્ટ ઉદ્યોગ હવે મંદીની મારનો સામનો કરી રહ્યો છે.

અમદાવાદમાં 60 હજાર કાપડના વેપારીઓ છે. જીએસટી અને નોટબંધીએ કાપડ ઉદ્યોગને મૃતઃપ્રાય કરી દીધો છે. સો કરોડનો ધંધો હવે તળિયે પહોંચીને 30 ટકાનો થઇ ગયો હોવાનું વેપારીઓ વ્યથિત છે. બજારોમાં ગ્રાહકો નથી. તે વાત અમદાવાદના કાપડના વેપારી સુખાભાઇએ કહી હતી.

હામાલ, લારી, પેડલ રિક્ષા તથા બીજા કામદારોને સીધી અસર થઈ છે.

કાપડ માર્કેટના સભ્ય પાર્થ કલ્યાણીએ પણ કહ્યું હતું કે, મંદીનો માર એટલો છે કે છથી આઠ મહિના બાદ પેમેન્ટ આવે છે. વેપારીને તો દર મહિને જીએસટી ભરવો પડે છે.

સુરતનો કાપડ ઉદ્યોગ તળિયે પહોંચ્યો

ટેક્ષટાઇલ્સ ઇન્ડસ્ટ્રી માટે દેશમા ટોચના સ્થાને રહેલાં સૂરતમાં કાપડ ઉદ્યોગના કામદારોની હાલત દયનીય છે. સરકારની નીતિને કારણે તેના ઉત્પાદન મૂલ્યમાં વધારો થઇ રહ્યો છે. સામે માંગ ઘટતા તેની ભાવો ઉપર પણ અસર પડી રહી છે. કામ ન મળતા બેકારીના કારણે હજારો મજૂરો સુરત છોડીને ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને ઓડિસ્સા પરત જઈ રહ્યાં છે. મજૂરોનો 12 કરોડ રૂપિયા પગાર હજું પણ ચૂકવાઇ શક્યો નથી. 39 હજાર કરોડનું કાપડ તૈયાર થઇને પડી રહ્યું છે, તેમ મજદૂર સંગઠનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ આપી હતી.

 હિરા ઉદ્યોગમાં મંદી

સૂરતનો ડાયમંડ ઉદ્યોગની 400 કંપનીઓએ 12થી 15 ટકા કારીગરોને છૂટા કરી દીધાં છે. કામકાજ ઘટાડી દીધા છે. ત્રણ હપ્તે પૈસા મળશે તેવી નોટિસ જાહેરમાં મૂકી દેવામાં આવી છે. 2008-09માં જે મંદી વૈશ્વિક મંદી હતી. આ વખતની મંદી ભારતની રાજનીતિના કારણે છે. નકલી હિરા અને ભાવ ઘટવાના મંદી થઈ છે. અમદાવાદમાં ૭૦ હજાર રત્નકલાકારો બેકાર થયા હોવાનું વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનનું કહેવું છે.

ઓટોમાં બેકારી

વાયબન્ટ ગુજરાત સમિટ દ્વારા તબક્કારવાર રીતે ટાટા, ફોર્ડ, મારૂતી, સુઝુકી અમદાવાદમાં મંદીમાં ચાલે છે. ગુજરાતમાં ઓટો શોરૂમ બંધ રહ્યાં છે.

આલ્કોક કેશડાઉન, શટડાઉન

જહાજોના નિર્માણ, સમારકાર અને તેની ડિઝાઇન કરનારા ગુજરાત સરકારના એકમાત્ર સાહસ આલ્કોક એશડાઉન કંપની બંધ કરી દઈને બેકારી વધારી છે.

નોટબંધી અને જીએસટીથી

નોટબંધી લાગુ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી તેની સાથે ઉદ્યોગોના ઉઠમણા શરૂ થઇ ગયાં હતાં. નાના, લઘુ, મધ્મમ કદના ઉદ્યોગો સૌથી વધુ ખરાબ દિવસો જોઈ રહ્યાં છે. વેપારીઓ પણ ધંધા મંદ હોવાનું કહી રહ્યાં છે.ભારતમાંથી જુલાઈ મહિનામાં બે અબજ ડોલરનું રોકાણ પાછુ ખેંચાયું છે. જેમાં ગુજરાતની ઘણી કંપનીઓ છે.

કેન્દ્રમાં ભાજપની સ્થિર સરકારનાં આગમન સાથે અર્થતંત્રનો આશાવાદ અસ્થિર થઈ ગયો છે. ચાલુ મહિનામાં ભારતીય શેરબજારનું પ્રદર્શન સૌથી ખરાબ છે. કરબોજથી ભારતમાં રોકાણ કરતી 40 ટકા વિદેશી સંસ્થાઓને અસર થઈ શકે છે. જુલાઈમાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાઓએ 14383 કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધુ છે.

૨૦૧૫ અને ૨૦૧૭માં ગુજરાતમાં રોકાણ કરારના આધારે ૭૨,૧૧,૮૦૦ રોજગારી ઊભી થવાનો અંદાજ હતો. પણ તે થઈ શક્યું નથી.