અમદાવાદ, તા. 3.
શહેરના મકરબા વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાં સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મકરબા વિસ્તારમાં અદાણી સીએનજી પંપની સામે છારાનગરમાં રહેતા આશાબેન શૈલેષભાઈ જાડેજાએ સરખેજ પોલીસ મથકમાં ગાંધીનગરના વલાદ ગામે ગણેશપુરા ભઠ્ઠા ખાતે રહેતા પોતાના પતિ શૈલેષભાઈ જગતસિંહ જાડેજા, નર્મદાબેન જગતસિંહ જાડેજા, વર્ષાબેન જાલેન્દ્રસિંહ જાડેજા, જાલેન્દ્રસિંહ જાડેજા, રાખીબેન જાલમસિંહ જાડેજા અને જાલમસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના પરિણીતાએ જણાવ્યુ છે કે, તેના પતિ સહિતના સાસરિયાંએ ભેગા મળીને શારીરિક માનસિક ત્રાસ આપીને રૂપિયા પાંચ લાખની ધમકી આપી હતી. દહેજની રકમ ન લાવતા સાસરિયાંએ ગાળો આપી મારઝૂડ કરીને દહેજ નહીં લાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
આ અંગે સરખેજ પોલીસે દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ તેમજ આઇપીસીની કલમ મુજબનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.