મગફળીના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ,તા.04

જેની રાહ જોવાતી હતી તેવી મગફળી માર્કેટમાં આવવા માંડી છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની ધૂમ આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવી મગફળીનો ભાવ એક મણે 1400થી 1500 સુધીનો  બોલાયો હતો. આટલો ભાવ મળતા મગફળી વેચનારા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી પર 1018 રૂપિયા નક્કી કર્યા છે. સારી ગુણવતાવાળી મગફળીની આવક ઓછી થતા ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીના ભાવમાં વધારો કરવા માંગ કરી રહ્યું છે.વરસાદ પડવાથી પલળેલી મગફળીના ભાવ એક મણના માત્ર 500થી 600 મળી રહ્યા છે. એક તરફ સારી મગફળીના ભાવ વધ્યા તો પલળેલી મગફળીના ભાવ ઘટ્યા છે.