અમદાવાદ,તા:૩૦ સિઝન દરમિયાન સારા વરસાદના કારણે મબલખ પાકની આશા સેવતો ખેડૂત ફરી ચિંતામાં મુકાયો છે. સમયસરના વરસાદના કારણે ખેતરમાં પાકના રોપમાં સારો વિકાસ જણાતો હતો, જેથી પાક તરફ ખેડૂત આશાભરી મીટ માંડીને બેઠો હતો. જો કે પાછોતરા ભારે વરસાદના કારણે ખેડૂતોની આશા પર વરસાદરૂપી પાણી ફરી વળ્યું છે.
પાછોતરા વરસાદના કારણે કપાસના અને મગફળીના પાકને સૌથી વધુ અસર પહોંચી છે. જમીનમાં સારોએવો મગફળીનો જથ્થો ધરાવતો છોડ સતત પાણીમાં રહેવાના કારણે બળી ગયો છે, અને જમીનમાં ધરબાયેલી મગફળી પર ફૂગ જામી ગઈ છે.