નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ આગ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ આગ કોને લગાડી તેની પારદર્શક તપાસ પણ થઈ રહી છે
સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બારદાન નો અંગેની તપાસ માટે કૉંગ્રેસ પક્ષ ની માંગ હતી .ત્યારે બારદાન ના કિસ્સા ની પણ તપાસ કરવામાં અવી રહી હોવાનું જણાવ્યું હતું ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે લોકો બરદાન સળગ્યા છે તે મામલે નાફેડ અને પોલિસી તપાસ કરી ને કેટલાંક આરોપી ને પકડ્યા છે
કૉંગ્રેસ તપાસ પચ ની માંગ કરી છે અને હવે તપાસ પચ પર વિશ્વસનીય તા દાખવતા નથી
બીજી તરફ કૉંગ્રેસ વિપક્ષના નેતા આક્ષેપ કરે છે કે તપાસ પચ પર વિશ્વાસ નથી.
સમગ્ર ઘટના માં મગફળી માં ભેળસેળ કરનારા લોકો ની ધરપકડ થઈ છે .તેમાં તપાસ ચાલી રહી છે. અને ત્યાર બાદ હવે બારદાન માં પણ આરોપી લીધા છે. અને મગફળી ના ગોડાઉન માં આગ લાગી તે મુદે તપાસ પંચ તપાસ કરશે .જો કે આ આગ કુદરતી છે કે કોઈ લગાડી છે તે મામલે પુરવા રજૂ કરવામાં આવશે
અને અમારી સરકાર સંપૂર્ણ પારદર્શકતા થી તપાસ કરવા માટે તમામ રીતે તૈયાર છે. તેમ જણાવ્યું હતું. સાથે સાથે કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે જણાવ્યું હતું કે દેશ માં ગુજરાત નું અને ખેડૂતો નું નામ બદનામ થાય તે માટે પ્રયાસ કોંગ્રેસ કરે છે અને આ મામલે આ લોકો ખેડૂતોને ને ગેરમાર્ગે દોરી ને અમારી વિરુદ્ધ ખોટા આક્ષેપ કરી રહ્યાં છે.
તપાસ પંચના રિપોર્ટ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં નીતીનભાઇ પટેલ જણાવ્યું હતું કે રાજય માં તમામ તપાસ પચ ના રિપોર્ટ આવી ગયા છે . અને ગૃહ માં રજૂ કરવામાં આવ્યા છે. અને તમામ રિપોટ કાયદાકીય રીતે તપાસ કરી ને રજૂ કરી એ જ છીએ.
સરકાર દ્વારા નિમાયેલા પંચ તેમના સમય પ્રમાણે રિપોટ રજૂ કરીજ દે છે સરકાર તેમને માત્ર રજુઆત કરી શકે આદેશ કરી ન શકે તેમજણાવી કોંગ્રેસ ના આક્ષેપો નો રાજકીય જવાબ આપ્યો હતો.