મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પાંચ મોત

અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમાં મોકલવામાં આવ્યા હોવાથી કામગીરીના સ્તરમાં સુધારો જાવા મળ્યો નથી. જોવાનું એ છે કે મેલેરિયા વોલેન્ટિયર્સ દ્વારા ડોર ટુ ડોરની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ દસ દિવસમાં જ ડેન્ગ્યુના 300 કરતાં વધુ કેસ નોંધાયા છે.

સ્માર્ટસિટી ગણાતા અમદાવાદના નાગરિકો હાલમાં પાણીજન્ય રોગચાળો જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝેરી મેલેરિયા, કમળો અને ટાઈફોઈડના મોટાપાયે શિકાર બની રહ્યા છે. જે માટે મ્યુનિ. તંત્રની લાપરવાહી અને વિલંબ કારણભૂત હોવાનું જણાવાઈ રહ્યું છે. લોકોએ કરેલા આક્ષેપ પ્રમાણે વરસાદી સિઝનમાં ગંદકી અને પાણીના નિકાસની કામગીરીમાં વિલંબ કર્યો હોવાના કારણે જ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જે માટે મ્યુનિ. તંત્ર દૈનિક રૂ.10 લાખનો ખર્ચ કરતું હોવાનો દાવો કરી રહ્યું છે