ગુજરાતની હદમાં આવેલા સાજનપુર ગામમાં 23 એપ્રિલ 2019માં લોકસભાની ચૂંટણીનું મતદાન નહીં થાય. તેની ચારેબાજુ ગુજરાતની જમીન છે. પણ આ ગામ છે મધ્ય પ્રદશમાં તેથી ત્યાં મધ્ય પ્રદેશમાં 19મીએ મતદાનના દિવસે મતદાન થશે. ભૌગોલિક રીતે સાજનપુર ગામ ભલે ગુજરાતનાં છોટાઉદેપુર જિલ્લાની હદમાં આવેલું છે, સાજનપુર ગામની ચારે બાજુ ગુજરાતનાં ગામો આવેલા છે, પરંતુ સાજનપુરની સ્થતિ એક ટાપુની જેમ છે. દેશ આઝાદ થયો ત્યારથી તેનો સમાવેશ મધ્ય પ્રદેશ રાજ્યમાં કરવામાં આવેલો છે. પોતાના ગામને ગુજરાતમાં સમાવવાની માંગ નથી કરી. મધ્યપ્રદેશની હદ 8 કિલોમીટર દૂર થાય છે.
ગુજરાત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની હદમાં સાજનપુર ગામ આવેલું છે. 554 હેક્ટરમાં પથરાયેલું આ ગામમાં 203 પરિવારના 1317 લોકો રહે છે. તમામ લોકો આદિવાસી પરિવાર છે. 5 ફળીયામાં ગામ વહેંચેયાલું છે. લોકોની ભાષા, સંસ્કૃતિ, રીત-રીવાજો મિશ્ર છે. તેઓના મોટાભાગના આર્થિક વ્યવહારો છોટાઉદેપુર અને ગુજરાત સાથે છે, પરંતુ વહીવટી અને સામાજિક વ્યવહારો મધ્યપ્રદેશ સાથે છે.
લોકોને જરૂરી એવી તમામ પાયાની રોડ રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, શૌચાલય, આવાસ છે. સાજનપુર ગામમાં જવું હોય તો ગુજરાતની હદના રસ્તાઓ ઉપર થઈને જ આવી શકાય છે. ગામમાં આવવા માટે મુખ્ય માર્ગ એવા છોટાઉદેપુર-અલીરાજપુર હાઈવેને જોડતો ગુજરાતની હદમાં આવેલો છે. જોકે, આ રસ્તો કાચો હોવાથી ગુજરાત સરકાર પાકો ડામર રોડ બનાવી આપે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. માત્ર બોર્ડ જ હિન્દી ભાષામાં દેખાય છે. છોટાઉદેપુર જિલ્લાના ગામો સાજનપુરને સ્પર્શે છે. આ ગામમાં હિન્દી અને ગુજરાતી બન્ને ભાષા બોલાય છે. ગામમાં અભ્યાસનું માધ્યમ હિન્દી ભાષામાં છે.
આઝાદી પૂર્વે રજવાડાઓના સમયમાં હાલમાં મધ્ય પ્રદેશમાં આવેલા અલીરાજપુર સ્ટેટમાં સમાવિષ્ટ સાજનપુર ગામના લોકોની માંગને લઈ આઝાદી બાદ તેને મધ્યપ્રદેશ રાજ્યમાં રાખવામાં આવ્યું હતું. અલિરાજપુરના રાજાએ સાજનપુરને પોતાની પાસે જ રહેવા દીધું હતું. zeenews pic