બનાસકાંઠા લોકસભાના બહુજન સમાજ પાર્ટી-બીએસપીના તેજા નેથી રબારી નામના ઉમેદવાર છે. તેઓ ચુંટણી લડી રહ્યાં છે ત્યારે ઉમેદવારી બાજુ પર મૂકીને પક્ષપલટો કરીને યુદ્ધમાં હથિયાર હેઠા મુકી દીધા હતા. તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસને જીતાડવા માટે તુરંત પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. બનાસકાંઠા લોકસભા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાભાઇ નેથીભાઇ રબારીએ દાંતીવાડા ખાતે યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસમાં જોડાઈ જતાં કોંગ્રેસની જીતની શક્યતા વધી છે. કાર્યક્રમમાં અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.
સમાજની આડમાં રાજકીય રોટલા શેકવા અને સત્તા માટે સોદાબાજી કરી રહેલો અલ્પેશ ઠાકોર હવે ખરો ભરાયો છે. તેની જ ઠાકોર સેના હવે તેની સાથે નથી. તેવામાં બનાસકાંઠાની જનતાએ અલ્પેશની નિયત પર સવાલ ઉઠાવ્યા છે.
ઉમેદવારોની યાદી
પરથી ભટોળ – કોંગ્રેસ
ડૉ. ચંદ્રાબેન રાજનભાઈ અપક્ષ
તેજાભાઈ નેથીભાઈ રબારી બહુજન સમાજ પાર્ટી
પરબતભાઈ સવાભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી
ઠાકોર મેલા મદારસિંહ ગરવી ગુજરાત પાર્ટી
ચરમટા ભરતકુમાર ખેમાભાઈ અપક્ષ
જગદીશજી પરથીજી ધારાણી અપક્ષ
રબારી સગથાભાઈ વીરમાજી અપક્ષ
નવિનભાઈ ભગાભાઈ પરમાર અપક્ષ
પરમાર છગનચંદ્રરાજ ધનાભાઈ અપક્ષ
દેસાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ અપક્ષ
પઢીયાર ભરતકુમાર ઈશ્વરલાલ અપક્ષ
ઠાકોર સ્વરૂપ સરદારજી અપક્ષ

English





You must be logged in to post a comment.