કોરોના સંકટ વચ્ચે જિલ્લા કલેકટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ કમિટી છેલ્લા લગભગ 50 દિવસ કરતાં વધુ સમય થી અન્ન સેવાનું કામ રાત દિવસ જોયાં વગર કરી રહી છે. આ કમિટી નાયબ કલેકટર ખ્યાતિ પટેલ ના નેતૃત્વ હેઠળ કાર્યરત છે અને વિવિધ સેવા સંસ્થાઓ તેમજ સરકારના વિવિધ ખાતાઓના કર્મચારીઓ તેના કામમાં યોગદાન આપી રહ્યાં છે
આ કામગીરીના ભાગરૂપે ફૂડ કમિટીએ શનિવારની મધ્યરાત્રિએ વડોદરા રેલવે સ્ટેશને થી ઉત્તર પ્રદેશના કાસગંજ જવા રવાના થયેલી શ્રમિક વિશેષ ટ્રેનના 1750 પ્રવાસીઓને ફૂડ પેકેટ,પાણીની બોટલ અને સૂકાં નાસ્તાના પેકેટો નું વિતરણ કર્યું હતું. તો કેટલાક પરિવારોને અનાજની જરૂર હોવાનું ધ્યાન પર આવતાં આજે ભર બપોરે દરજીપુરા વિસ્તારના 39 પરિવારોને અનાજ કરિયાણા ની કિટ્સ પહોંચાડી હતી.


English




You must be logged in to post a comment.