મનપાએ રાજકોટના પિત્ઝા પાર્લરો પર તપાસ હાથ ધરીને નમૂના લીધા

રાજકોટ તા. ર૩ દિવાળીના તહેવારોમાં જન આરોગ્ય હિતાર્થે મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનાં ધંધાર્થીને ત્યાં ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં  વિવિધ વિસ્તારમાં પીઝા પાર્લરોમાં તપાસ કરી ૧૪ નમૂના લેવામાં આવ્યા છે. જયારે મેજીક શુધ્ધ આયોડાઇઝ સોલ્ટનો નમૂનો નાપાસ થતા ટી. ટી. સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય શાખાના  જણાવ્યા પ્રમાણે શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલ પીઝાનાં પાર્લરોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસમાં  ચીઝ વિલીયમ ઝોન્સ પીઝા, યુનિવર્સિટી રોડ,  ડોમીનોઝ પીઝા, કાલાવાડ રોડ, કોલ્બી ચીઝ, નેપલ્સ ફુડ, બીગબજારની બાજુમાં સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નમૂનો નાપાસ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ૧૮ જૂન ર૦૧૮ નાં રોજ રામનગરમાં આવેલ શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરમાંથી,  લેવામાં આવેલ મેજીક શુધ્ધ આયોડાઇઝટ સોલ્ટ નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર થતા જી-ટી સોલ્ટ સપ્લાયર્સને રૂ. ૩૦ હજારનો દંડ થયેલ છે.