દેશમાં 2012માં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા હતા જ્યારે 2018માં તે 33 ટકા વધી 33 હજાર કરતા વધારે નોંધાયા છે. મનમોહન સીંગ પર નિર્ભયા કેસના આરોપો મૂકીને મોદીએ ભાજપની સરકાર બનાવી હતી. હવે દિલ્હી ખરા અર્થમાં રેપ કેપીટલ બની હોવાની વિગતો કેન્દ્રની સરકારના વિભાગ દ્વારા જાહેર થયા છે.
NCRB-નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દિલ્હીમાં 2012માં દુષ્કર્મના 706 કેસ સામે આવ્યા, 2019માં 15 નવેમ્બર સુધી દુષ્કર્મના 1,947 કેસ નોંધાયા હતા. એટલે કે 7 વર્ષમાં દિલ્હીમાં દુષ્કર્મની ઘટનામાં 176 % નો વધારો થયો છે. સરકાર પોતાની અસફળતાઓ છુપાવવા રોજ-રોજ નવા વિવાદો ઊભા કરીને પ્રજાને બીજા મુદ્દા પર ભટકાવી રહી છે. ત્યારે આ બાબત અત્યંત ગંભીર હોવા થતાં તે માટે ભાજપના ગૃહ પ્રધાન અમિત શાહ કંઈ કરવા તૈયાર નથી.
30 માર્ચ 2014 ના રોજ લોકસભાની ચુંટણી સમયે તે વખતેના ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના નાંદેડની ચૂંટણી રેલીમાં ભાષણ આપતા કહ્યું હતું કે ” દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની, એક નિર્દોષ બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, તેને મારી નાંખવામાં આવી. આજે હું સવારે સમાચાર જોઈ રહ્યો હતો, આજ પણ દિલ્હીમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની, દિલ્હીને જાણે દુષ્કર્મની રાજધાની બનાવી દેવામાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિલ્હીને જે પ્રકારથી રેપ કેપિટલ બનાવી દેવામાં આવી છે, તે કારણે સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની બેઈજ્જતી થઈ રહી છે અને માતા-બહેનોની સુરક્ષા માટે તમારી પાસે કોઈ યોજના નથી. તમારામાં કોઈ દમ નથી તમે આ માટે કંઈ કરી શકતા નથી…! ‘
મોદીના રાજમાં બળાત્કાર
ઈ.સ. 2012માં કોંગ્રેસના શાસન દરમ્યાન દેશમાં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા હતા. ભાજપની મોદી સરકારના શાસન દરમ્યાન વર્ષ 2018માં દેશમાં 33,356 જેટલા કેસ નોંધાયા હતા.
એકલા દિલ્હીમાં નિર્ભયા કેસ બાદ દુષ્કર્મના કેસમાં 176 % ટકા વધારો થયો છે. વર્ષ 2012માં દિલ્હીમાં આવા 706 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2019ની 15મી નવેમ્બર સુધી 1,947 કેસ નોંધાયા છે. જે સુચવે છે કે દેશની બહેન-દીકરીઓ મોદી રાજમાં કેટલી અસુરક્ષિત બની ગયા છે.
ઈ.સ. 2018ના અંત સુધી કોર્ટમાં 1.38 લાખ કરતાં વધારે દુષ્કર્મના કેસ પેન્ડિંગ…
NCRBના મતે વર્ષ 2018ના અંત સુધીમાં દેશની અદાલતોમાં દુષ્કર્મના 1,38,342 કેસ પેન્ડિંગ હતા. તેમાંથી 17,313 કેસના ટ્રાયલ પૂરા થઈ શક્યા છે, જ્યારે ફક્ત 4,708 કેસમાં જ સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2018માં સજા આપવાનો દર એટલે કે કન્વિક્શન રેટ ફક્ત 27.2 ટકા રહ્યો, જે વર્ષ 2017ની તુલનામાં 5 ઓછો છે. વર્ષ 2017માં કન્વિક્શન રેટ 32.2 ટકા હતો…
છેલ્લા 19 વર્ષમાં દુષ્કર્મ આચરનાર એક જ વ્યક્તિને ફાંસીની સજા…
2000થી 2018 સુધી 2,328 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. 2018માં 186 અપરાધીને ફાંસી સજા સંભળાવવામાં આવી હતી, જે પૈકી 65 સજાને ઉંમર કેદમાં બદલવામાં આવી. છેલ્લા 19 વર્ષમાં અત્યાર સુધીમાં ફક્ત 4 અપરાધીને ફાંસીની સજા આપવામાં આવી, જે પૈકી 3 આતંકવાદી હતા. વર્ષ 2012માં અજમલ કસાબ, 2013માં અફઝલ ગુરુ અને 2015માં યાકુબ મેમનને ફાંસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ધનંજય ચેટર્જીને જ ફાંસી આપવામાં આવી છે, જેણે દુષ્કર્મના કેસમાં ફાંસી આપવામાં આવી છે.