મનીષાએ ભાનુશાળી પાસેથી રૂ.2 કરોડ લીધા હતા

કચ્છના અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીએ મનીષાને સમાધાન પેટે ચાર તબક્કામાં રૂ.2 કરોડ આપ્યા હોવાની વિગતો પોલીસે શોધી છે. સમાધાન કરવા માટે મનીષા રૂ.10 કરોડ માંગી રહી હતી. જેના પગલે ભાનુશાળીએ મનીષા સામે નરોડામાં ખંડણીની ફરિયાદ કરી હતી. તેથી મનીષાએ ભાનુશાળી પર સુરતમાં દુષ્કર્મની ફરિયાદ કરાવી હતી. ભાનુશાળીની હત્યા કરવા માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે મનીષાને રૂ.3 કરોડ આપ્યા હતા. આ વિવાદમાં દુશ્મન એવા છબીલ પટેલે ઝંપલાવ્યું હતું.

છબીલ પટેલ,જયંતી ડુમરા, મનીષા ગોસવામી અને સુજીત ભાઉએ હત્યાને અંજામ આપવાનું નક્કી કર્યા બાદ સમાધાનની ફોર્મ્યુલા ચલાવી હતી. જેથી ભાનુશાળી ચોકન્ના ના થઈ જાય. હત્યાના એક દિવસ પહેલાં છબીલ પટેલ, મનીષા ગોસ્વામીએ ભાનુશાળીને કહ્યું હતું કે તેઓ તમને સમાધાન માટે મળવા આવશે.

ભાનુશાળીએ 6 જાન્યુઆરીના રોજ છબીલ પટેલને ફોન કર્યો હતો. પરંતુ છબીલ પટેલ અને મનીષાએ ફોન ઉપાડયો ન હતો. છબીલ પટેલ વિદેશ જવા રવાના થઈ ગયા હતા. ભાનુશાળી અંધારામાં રહ્યા કે તેમની હત્યા કરવાની યોજના બની ચુકી છે.

જયંતી ભાનુશાળી અને છબીલદાસ વચ્ચે રાજકારણ ઉપરાંત એક જમીન મામલે વિવાદ પણ ચાલતો હતો. અશ્લિલ સીડી મામલે ઘણાં મોટા માથાના નામ બહાર આવે તો રાજકીય ભુકંપ સર્જાય તેમ છે.