નાણાકીય ફાળવણીમાં ૧૦ટકા ઘટાડો કર્યો છે.
11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે.
ઓગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતિ પુસ્તીકામાં આ બાબતો સામે આવતાં ગુજરાતના પૂર્વ નાણાં પ્રદાન સૌરભ દલાલ વારંવાર જાહેર કરતાં હતા કે ગુજરાતને વડાપ્રધાન મનમોહન સીંગ ઓછા નાણાં આપીને અન્યાય કરે છે. પણ હવે નરેન્દ્ર મોદી કે જે ગુજરાતના છે તેઓ ઓછા નાણાં આપીને ગુજરાતને થપ્પડ મારી રહ્યાં છે.
ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયની બુમો પાડીને સત્તા મેળવનાર મોદી સરકારે ગુજરાતને કરેલા હળહળતા અન્યાય કર્યો છે.
ડો. મનમોહન સિંઘના વડાપ્રધાન સમયના 12મા નાણા પંચના વર્ષ 2005-06 થી 2009-10ના પાંચ વર્ષ અને
13માં નાણા પંચના 2010-11થી 2014-15 સુધાના વર્ષ માટે 12 ટકા વધારે નાણાં ગુજરાતને આપ્યા હતા.
13માં નાણા પંચના 1010-11 માં 7.72 ટકા વર્ષ 2011-12માં 6.69 ટકા અને વર્ષ 2012-13માં 3.51 ટકા વધારે નાણાં ગુજરાતને મનોમોહન સીંઘ સરકારે આપ્યા હતા.
જયારે ભાજપ સરકારે 14માં નાણાં પંચ દ્વારા અપેક્ષિત 2015-16થી 2018-19ના વર્ષ માંટે 11.61 ટકાનો ઘટાડો કર્યો છે. રૂ. 3,38,150 કરતાં ઓછો છે. તેની સામે જે 6 ટકા વધારો મળવો જોઈતો હતો તે ગણવામાં આવે તો ગુજરાતને રૂ.70,000 કરોડ ઓછો મળ્યા છે. ત્રણ વર્ષમાં આવી રકમ ગુજરાતને ગુમાવી છે જે ગુજરાત વિરોધ છે. ગુજરાતને નુકશાન કરતાં અને ગુજરાતને અન્યાય થયો છે.
જો રૂ.70 હજાર કરોડ નાણાં મળ્યા હોય તો ગુજરાતના તમામ ગરિબ લોકોને મફતમાં ઘર બાંધીને સરકાર આપી શકત. નર્મદા બંધની બાકી નહેરોનું તમામ કામ પૂરું થઈ ગયું હોત. ગુજરાત ુર જે દેવું છે તે આ રકમથી ભરી આપી શકાય હોત.
યુપીએ સરકાર દ્વારા ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલ કરવાની ચુસ્તતા સામે એનડીએની બંને સરકારોની ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલાતની શિથિલતા-નિષ્ફળતા સ્પષ્ટ થાય છે. હાલની એનડીએની ૧૪મા નાણા પંચના બજેટ એસ્ટીમેટના પાંચ વર્ષોની ગ્રોસ ટેકસ વસુલાત સરેરાશ દર વર્ષે રાજયોને 10 ટકા ઓછી ફાળવણી કરનાર મોદી સરકાર આર્થિક મોરચે સદ્દંતર નિષ્ફળ ગયાનું અને સાથોસાથ ગુજરાતને ઓછી નાણા ફાળવણી કરીને મોટો અન્યાય કર્યાનો ઘટસ્ફોટ લોકસભાના ઓગસ્ટ-2018ના બુલેટીનમાં થયો છે.
ગુજરાતી
English


