નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે એવો દાવો ભાજપના મેયર બિજલ પટેલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભલે કરતાં હોય પણ તેઓ બોલે છે કંઈક અને થઈ રહ્યું છે કંઈક.
અમદાવાદ મહાનગર પાલિકા – અમપા તેની ત્રણ હોસ્પિટલોનું ખાનગીકરણ કરવાની તૈયારીમાં છે. મોટાભાગની પેરામેડિકલ સેવાઓ આઉટસોર્સ કરવામાં આવશે અને તે માટેનો ઠેકો ટૂંક સમયમાં આપાવામાં આવશે.
હોસ્પિટલોના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે છે. તેઓ વારંવાર દાવો કરે છે કે, વહીવટને સરળ બનાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. વહીવટ પરનો ભાર ઓછો કરવા માટે તબીબી કર્મચારીઓની ભરતી કરે છે. કરારના આધારે તબિબોથી લઈને ચોકીદારની ભરતી ઠેકાથી કરે છે.
મનપાના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ એલજી હોસ્પિટલ, શારદાબેન નામની ત્રણ હોસ્પિટલો માટે નાગરિક સંસ્થાને 250 થી વધુ નર્સો અને 650 અન્ય પેરામેડિકલ સ્ટાફ પૂરા પાડી શકે તેવા ઠેકા માટે આમંત્રણ આપેલા છે. સુરક્ષા અને અન્ય સ્ટાફની ભરતીને આઉટસોર્સ કરી રહી છે.
ભાજપ નાગરિકોને સારી મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ નથી. પહેલા, તેઓએ વી.એસ. હોસ્પિટલના દરવાજા ગરીબો માટે બંધ કરી દીધા હતા. હવે ત્રણ હોસ્પિટલોમાં આઉટસોર્સ સ્ટાફ લેવામાં આવે છે.